બર્ધન ચોકમાં રેકડી પથારાની યોગ્ય વ્યવસ્થા કરવા નિર્ણય

September 12, 2018 at 1:54 pm


જામનગર શહેરમાં છૈલ્લા કેટલાય સમયથી કોર્ટના હુકમ છતાં પણ બર્ધન ચોક વિસ્તારમાં રેકડી અને પથારા વાળાઆે બેઠા હોય છે જેને કારણે વેપારીઆેને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે ગઇકાલે મેયર, એસપી, સ્ટે. કમીટીના ચેરમેને બર્ધન ચોકની મુલાકાત લઇને ચર્ચા વિચારણા કરીને રાઉન્ડ ધી પેટ્રાેલીગ રાખવા નકકી કર્યુ હતું.

જામનગર શહેર બર્ધન ચોકમાં કાયમી માટે ટ્રાફીકની સમસ્યા રહે છે ત્યારે થાેડા દિવસો પહેલા જ પોલીસ અને જામ્યુકો તંત્રએ સંયુકત રીતે કામગીરી કરીને નીચે બેસતા પથારાઆે ઉપાડાવ્યા હતાં અને તે રસ્તા પર અવરજવર તેમજ સીટી બસ શરૂ કરાવી હતી, જે બાદ પથારાવાળાઆે પરત આવી જતાં હોય, અને બે ત્રણ વખત ત્યાંથી ખસેડવામાં આવ્યા હતાં, તેમ છતાં પથારા વાળા આવી જતાં હોય અને આ અંગેની વેપારીઆેએ એસપીને રજુઆત કરી હતી. ગઇકાલે એસ.પી.શરદ સીઘલ, સીટી ડીવાયએસપી એ.બી. સૈયદ તથા સીટી એ ડીવિઝન સહિતના સ્ટાફ સાથે બર્ધનચોક વિસ્તારની મુલાકાતે પહાેંચ્યા હતાં આ સમયે મેયર હસમુખભાઇ જેઠવા, સ્ટે. કમિટીના ચેરમેન સુભાષભાઇ, તેમજ વેપારી મહામંડળના પ્રમુખ સુરેશભાઇ તન્ના સાથે રહ્યાં હતાં, ટ્રાફીકને થતી અડચણ અંગેનું તારણ મેળવ્યું હતું, આ સમયે બર્ધનચોક વિસ્તારમાંથી તમામ પથારાઆે ચાલ્યા ગયા હતાં. લાંબા સમયથી આ સમસ્યા થતી હોય આખરે મહાપાલિકાને અને પોલીસ તંત્ર સાથે રહ્યું છે. જેથી આ પ્રñનો કોઇ વિધિવત ઉકેલ થશે તેમ મનાઇ છે.

Comments

comments

VOTING POLL