બહુમાળી ભવનમાં લેબર કોર્ટના જજ પર પેપરવેઈટનો ઘા

August 31, 2018 at 3:12 pm


શહેરના બહુમાળી ભવનમાં આવેલ લેબર કોર્ટના જજ પર પેપરવેઈટનો ઘા ઝીકાતા સનસનાટી મચી જવા પામી છે. ધર્મેન્દ્ર કોલેજમાં આવેલ એનસીસી કેમ્પમાં મેસ ચલાવતો અને છેલ્લા પાંચ વર્ષથી 100 કરોડના વળતરની માંગણીના કેસમાં ઝઝુમતા નેપાળી શખસે આતંક મચાવી બીજા એક જજને પણ ગાળો ભાંડતા પકડવા ગયેલી પોલીસને મારકુટ કરી નાસી ગયાની પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નાેંધાવતા પોલીસે ફરજમાં રૂકાવટ કરનાર શખસને ઝડપી લેવા ચક્રાે ગતિમાન કર્યા છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પોલીસ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા ધનસુખભાઈ ગોરધનભાઈ ધાનકવાડીયા નામના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલે પ્રનગર પોલીસ સ્ટેશનમાં નાેંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત બપોરે પોતે બહુમાળી ભવનમાં લેબર કોર્ટ નંબર 1માં ફરજ ઉપર હતો ત્યારે અગાઉ ડીએચ એનસીસી કેમ્પમાં મેસ ચલાવતો અને છેલ્લા પાંચ વર્ષથી 100 કરોડનું વળતર માંગણીના કેસ માટે જજુમતો દામોદર ગોરધનભાઈ લિમ્સ નામનો નેપાળી શખ્સ જેનો કેસ 1 નંબરની કોર્ટમાં ચાલતો હોય ત્યાં આર જે ઈટાલીયા નામના મેજિસ્ટ્રેટ સાથે માથાકૂટ કરી હતી ત્યાંથી દેકારો કરતો કરતો કોર્ટ નંબર 2માં મેજિસ્ટ્રેટ બી ડી પરમારની કોર્ટમાં આવ્યો હતો અને ત્યાં મેજિસ્ટ્રેટ પરમાર ઉપર પેપરવેટનો છુટ્ટાે ઘા કર્યો હતો આ તકે મેજિસ્ટ્રેટ પરમારે દેકારો કરતા ફરિયાદી ધનસુખભાઇ કોર્ટ રુમમાં ધસી આવ્યા હતા ત્યારે તેનો પણ કાંઠલો પકડી તેને પણ ફડાકા જીકી નાસી છૂટéાે હતો આ ઘટના બાદ આરોપીને પકડી પોલીસ હેડ ક્વાટર ખાતે લઇ જવામાં આવ્યો હતો અને ત્યાંથી છોડી મુકવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું જેથી પીએસઆઇ પી બી કદાવલા સહિતના સ્ટાફે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL