બહેરીનના રાજકુમારે બોલિવૂડના કલાકારોને મળ્યા પછી કારોબારીને માર્યો 334 કરોડનો ધૂંબો

November 7, 2018 at 10:49 am


મિસ્રના એક કારોબારીએ સમજૂતિ તૂટવા પર બહેરીનના રાજકુમાર ઉપર લંડન હાઈકોર્ટમાં 334 કરોડ રૂપિયાનો કેસ નાેંધાવ્યો છે. કારોબારીના જણાવ્યા મુજબ તેણે કરાર હેઠળ અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન સહિત 26 બોલિવૂડ સિતારા સાથે 15 મિનિટની મુલાકાતની વ્યવસ્થા પર પૈસા ખર્ચ કર્યા હતાં. જો કે રાજકુમાર માત્ર ચાર સીતારા સાથે મુલાકાત કર્યા બાદ ફરી ગયા હતા અને અન્ય લોકો સાથે મળવાનો ઈનકાર કરી દીધો હતો. એટલું જ નહી આ મુલાકાતોની વ્યવસ્થા પર ખર્ચ કરાયેલા પૈસા પણ પરત કર્યા નહોતા !

બહેરીનના રાજાના પિતરાઈ ભાઈ ખ હમદ ઈસા અલી અલ-ખલીફા અનિલ કપૂર, અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણ સહિત 26 બોલિવૂડ સિતારાઆેને મળવા માગતા હતા અને તે માટે કારોબારીએ ભારત અને દુબઈમાં મુલાકાતની સંપૂર્ણ વ્યવસ્થા કરવાની હતી.

સમજૂતિ હેઠલ શેખ પ્રત્યેક અભિનેતા સાથે મુલાકાત માટે અંદાજે 11 કરોડ રૂપિયા અને અન્ય ખર્ચ આપવા માટે સહમત થઈ ગયો હતો. જાન્યુઆરીથી માર્ચ-2016 વચ્ચે શેખે આદિત્ય કપૂર, સલમાન ખાન, શાહરૂખ ખાન અને રણવીરસિંહ સાથે મુલાકાત કરી હતી પરંતુ આ તમામ મુલાકાતોનું તેણે અંદાજે 21.95 કરોડ રૂપિયાનું જ ચૂકવણું કર્યું હતું.

દુબઈમાં રહેતાં કારોબારી અહેમદે જણાવ્યું કે અભિનેતાઆે સાથે મુલાકાત માટે તે અંદાજે 334 કરોડ રૂપિયા ખર્ચ કરી ચૂક્યો હતો પરંતુ બાદમાં શેખે 22 અન્ય અભિનેતાઆેને મળવાનો ઈનકાર કરી દીધો હતો. અહેમદે બ્રિટીશ કોર્ટ સમક્ષ આ નુકસાનની ભરપાઈ કરવાની માગ કરી હતી. અહેમદે કહ્યું કે રૂપિયા માગવા પર શેખ એ વાત પરથી ફરી ગયો હતો કે તેણે અહેમદ સાથે આ પ્રકારની કોઈ સમજૂતિ કરી જ નથી.

આ અંગે શેખે એવી દલીલ આપી હતી કે શરૂઆતમાં કારોબારીએ પ્રત્યેક અભિનેતા સાથે મુલાકાત કરાવવા માટે 36.3 લાખ રૂપિયા માગ્યા હતા બાદમાં તે દરેક મુલાકાતના 3.63 કરોડ રૂપિયા માગવા લાગ્યો હતો. તેણે કારોબારીને ચાર મુલાકાત બદલ 24.81 કરોડ રૂપિયા આપ્યા હતાં. એપ્રિલ-2016માં તેણે અન્ય અભિનેતાઆેને ન મળવાની ઈચ્છા વ્યક્ત કરી કારોબારીને આ અંગે વાકેફ કર્યો હતો આમ છતાં તે મારા ઉપર દબાણ કરતો હતો.

Comments

comments

VOTING POLL