બાંગ્લાદેશ બોર્ડે બીસીસીઆઈ પાસે માંગ્યા ભારતના 7 દિગ્ગજ ખેલાડીઆે

November 26, 2019 at 11:10 am


Spread the love

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે 18 માર્ચ અને 24 માર્ચે વર્લ્ડ ઇલેવન વિરૂદ્ધ બે ટી20 મેચમાં એશિયા ઇલેવન માટે બીસીસીઆઈ પાસેથી મહેન્દ્ર સિંહ ધોની સહિત 7 ખેલાડીઓ આપવાની મંજૂરી માંગી છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે મહેન્દ્ર સિંહ ધોની સિવાય વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, રોહિત શમર્,િ ભૂવનેશ્વર કુમાર અને રવીન્દ્ર જાડેજા માટે અનુરોધ કર્યો છે.

બીસીબી એ બીસીસીઆઈને એક પ્રસ્તાવ મોકલ્યો છે. એમએસ ધોની સહિત 7 ખેલાડીઓના નામ સુચવ્યા છે. જેમણે ઇગ્લેન્ડમાં વિશ્વ કપ પછી આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા નથી. ધોની અંગે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી કેમકે ફરી તે ભારતમાં રમશે કે પછી સંન્યાસ લેશે તે અંગે અધિકારીક રીતે સ્પષ્ટ કર્યુ નથી. તરફથી આઈસીસી આ બંને મેચોને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવ્યો છે.
આપ્ને જણાવી દઈએ કે કોલકત્તામાં યોજાઈ ગયેલ ઐતિહાસિક ડે-નાઈટ ટેસ્ટમાં ભારતે બાંગ્લાદેશને 46 રનથી ધૂળ ચાટતું કરી દીધુ છે. વિરાટ કોહલીની સેનાએ ડેનાઈટ ટેસ્ટમાં શાનદાર જીત મેળવી ચારેતરફ પ્રશંસા મેળવી છે. બે મેચમાં ટેસ્ટ સીરીઝમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 2-0થી સૂપડા સાફ કરી દીધા છે.

આપ્ને જણાવી દઈએ કે ભારતે ઈન્દોર ટેસ્ટમાં ત્રણ દિવસમાં બાંગ્લાદેશને 130 રનથી પરાસ્ત કયર્િ હતા. ત્યારબાદ કોલકત્તામાં ભારતે બાંગ્લાદેશને માત આપી બે મેચમાં ટેસ્ટ સીરીઝ 2-0થી પોતાના નામે કર્યુ છે. ભારતે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સતત 7મી જીત મેળવી છે. આ જીત પછી આઈસીસીએ વર્લ્ડ ટેસ્ટ ચૈમ્પિયનશિપ્ની શ્રેણીમાં ભારતે 360 પોઈન્ટ મેળવ્યા છે. પહેલા જ આ પોઈન્ટ ટેબલ ટોપ પર ચાલી રહ્યુ છે. ભારતીય ટીમની સ્થિતિ વધારે મજબુત થઈ ગઈ છે.