બાંટવા પાસે 570 પેટી વિદેશી દારૂ સાથે મહારાષ્ટ્રનો ટ્રક ઝડપાયો

October 12, 2018 at 12:21 pm


સોરઠ પંથકમાં તહેવારો પર મોટી માત્રામાં વિદેશી દારૂ ઠલવવાનો હોવાની બાતમીને આધારે એસપી સૌરભસિંઘના આદેશથી સચેત બનેલી પોલીસની નજર વચ્ચે બાંટવા નજીકથી ગત મોડીરાત્રે પોરબંદર તરફથી આવેલા વિદેશી દારૂના ટ્રકને ઝડપી લીધો હતો. જેમાં 5.70 પેટી દારૂ પકડાયો હોવાનું બાંટવા પોલીસે જાહેર કર્યું છે.
આ અંગે પોલીસમાંથી મળતી વિગત મુજબ ગત રાત્રે 11 વાગે બાંટવાના પીએસઆઈ બી.કે.રાઠોડ અને સ્ટાફે ગોઠવેલ વોચ દરમ્યાન શંકાસ્પદ ટ્રક નં.એમએચ04સીયુ 4430 લઈને જતા સલીમ નઝીર શેખ યુપીવાળાને અટકાયતમાં લઈ ટ્રકની તલાશી લેતાં તેમાંથી 20,52,000ની કિંમતનો 570 પેટી 6840 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ, ટ્રક, મોબાઈલ અને 1100ની રોકડ મળી કુલ રૂા.29,55,100ની મત્તા કબજે કરી ડ્રાઈવરને ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન સલમાનખાન સુલતાનખાન અને શકીલખાનના નામ ખુલતા બન્નેની શોધખોળ સાથે ડ્રાઈવરની ધરપકડ કરી આ દારૂ કયાંથી આવ્યો વગેરે તપાસ માટે પોલીસે આરોપીની રીમાન્ડની તજવીજ હાથ ધરી છે.

બાંટવામાં વિદેશી દારૂની અનેક પેટી પગ કરી ગયાની ચર્ચા
દરમિયાન બાંટવામાં જાણકારોમાં થતી ચર્ચા મુજબ ટ્રકની તલાસી લેતાં આખો ટ્રક દારૂની પેટીથી ભરેલો હતો તેમાં મેક ડોનાલ્ડ, રોયલ ચેલેન્જર અને પાર્ટી સ્પેશ્યલની પેટી હતી. ટ્રકમાં દારૂની પેટી લાઈનસર એટલે 9 પેટીના 4 થર એટલે 36 પેટી એક લાઈનમાં હતી જે લાઈન 17 થી 18 લાઈનો હતી. તે મજુબ દારૂની પેટી 600 ઉપરની હતી જયારે પોલીસે 570 પેટી હોવાનું જાહેર કર્યું છે.તો બાકીની 60થી 70 પેટી કયા ગૂમ થઈ તે તો તપાસનો વિષય છે.
બાંટવા પીએસઆઈ રાઠવાનું આ ચર્ચા બાબતે ધ્યાન દોરવામાં આવ્યું હતું ત્યારે તેમનો જવાબ એવો હતો કે અમે તો 570ની ગણતરી કરી હતી, રાત્રે ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ આેફ પોલીસ આવ્યા હતા ત્યારે અમે પાછી ગણતરી કરી હતી. નાના એવું ન હોય 570 પેટી અલગ-અલગ બ્રાન્ડની હતી.

Comments

comments

VOTING POLL