બાબરી મિસ્જદ વિધ્વંસ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

July 19, 2019 at 10:35 am


Spread the love

બાબરી મિસ્જદ વિધ્વંસ મામલામાં લખનૌની નીચલી અદાલતમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયાર સહિતના ભાજપ નેતાઆે વિરુદ્ધ કેસ ચાલી રહ્યાે છે. આજે આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. નીચલી અદાલતમાં આ કેસની સુનાવણી કરી રહેલા જજ એસ.કે.યાદવ 30 સપ્ટેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. પાછલી સુનાવણી દરમિયાન તેમણે કોર્ટને જણાવ્યું હતું કે કેસના ઉકેલ માટે છ મહિનાનો સમય લાગી શકે છે.

સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશ સરકાર પાસેથી જવાબ માગ્યો હતો કે મામલાનો ચુકાદો આવે ત્યાં સુધી વિશેષ જજના કાર્યકાળને કેવી રીતે વધારવામાં આવી શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અત્યંત જરૂરી છે કે સીબીઆઈ જજ એસ.કે.યાદવ મામલાની સુનાવણી પૂરી કરીને ચુકાદો આપે.
પાછલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ટ્રાયલની સુનાવણી કરી રહેલા સીબીઆઈ જજ યાદવને પૂછયું હતું કે તેઆે કઈ રીતે ટ્રાયલને નિશ્ચિત સમયમર્યાદામાં પૂર્ણ કરશે. કોર્ટે સીલબંધ કવરમાં આ જાણકારી માગી હતી.
ઉલ્લેખનીય છે કે બાબરી મિસ્જદ વિધ્વંસ મામલામાં લખનૌની નીચલી અદાલતમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયાર જેવા ભાજપના નેતાઆે વિરુદ્ધ કેસ ચાલી રહ્યાે છે.
સુપ્રીમ કોર્ટે એપ્રિલ-2017માં આ મામલામાં રાયબરેલી અને લખનૌમાં નાેંધાયેલા કેસને લખનૌમાં એક સાથે ચલાવવાનો આદેશ આપ્યો હતો. આ સાથે જ તમામ નેતાઆે વિરુદ્ધ અપરાધીક કાવતરાની કલમને લગાવવાને પણ મંજૂરી આપી હતી. કોર્ટે બે વર્ષની અંદર 19 એપ્રિલ-2019 સુધીમાં સુનાવણી પૂર્ણ કરી લેવાનો આદેશ પણ આપ્યો હતો.