બાબાપુર ગામે જુગાર રમતા સાત શખસો ૯૬ હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા

May 25, 2019 at 11:07 am


અમરેલી તાબાના બાબાપુર ગામે આવેલ મઢી–સ્મશાન પાસે શેત્રુજી નદીના કાંઠે બાવળની કાંટમા ખુલ્લી જગ્યામા જુગાર રમાઈ રહ્યો છે એવી બાતમી મળતા તાલુકા પોલીસે રેડ કરતા જુગાર રમી રહેલા સાત શખ્સોને ઝડપી લીધા હતા જેમાં કનુભાઇ કુરજીભાઇ જુવાદરીયા ઉ.વ.૩૮, ધીભાઇ સવજીભાઇ જાવેરા ઉ.વ. ૪૫, કાળુભાઇ નાનજીભાઇ ગોહીલ ઉ.વ. ૬૫, ગોબરભાઇ સીદીભાઇ દાફડા ઉ.વ. ૪૫, બાબુભાઇ મનજીભાઇ મોરવાડીયા ઉ.વ.૭૦, પ્રાગજીભાઇ કુરજીભાઇ જુવાદરીયા ઉ.વ.૪૫, ભરતભાઇ દેવશીભાઇ દુમાદીયા ઉ.વ.૩૫ તા.જી.અમરેલીનો સમાવેશ થાય છે.
આ તમામ શખ્સો બાબાપુર ગામે શેત્રુજીના કાંઠે આવેલ સ્મશાન પાસે જાહેરમાં પૈસા–પાનાથી હાર–જીતનો તીન–પત્તીનો જુગાર રમી રહ્યા હોય પોલીસે રેડ કરતા રોકડ રકમ .૧૦,૬૭૦– તથા ગજીં પત્તાના પાના નંગ–પર, પાથરણુ તથા મોબાઇલ નગં ૦૫ કિ.. ૬૦૦૦– તથા મો.સા. નગં ૪ ની કી.. ૮૦,૦૦૦–મળી કુલ . ૯૬,૬૭૦– ના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન ઝડપી પાડીને અમરેલી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments

comments