બાબા બેડો પાર કરાવજે: કેદારનાથમાં માથુ ટેકવતા મોદી

May 18, 2019 at 10:29 am


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેદરનાથના દર્શને પહોંચી ગયા છે. આજે સવારે દેહરાદુનથી વિશેષ હેલીકોપ્ટરમાં તેઓ કેદારનાથ પહોંચ્યા હતાં અને ત્યાં માથુ ટેકવ્યું હતું. તેઓ આવતીકાલે બદ્રીનાથ ધામના દર્શન માટે પહોંચવાના છે. આજે રાત્રે પીએમ મોદી કેદારનાથમાં રહેશે. ડી.જી. લો એન્ડ ઓર્ડર અશોક કુમારે જણાવ્યું કે, કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરી દેવાઈ છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી ચોથી વખત કેદારનાથના દર્શને પહોંચ્યા છે. આવતીકાલે વારાણસીમાં મતદાન થવાનું છે. તે પૂર્વે આજે તેમણે કેદારનાથ સમક્ષ માથુ ટેકવ્યું હતું.

ચૂંટણી પંચ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શનિવાર અને રવિવારે ઉત્તરાખંડ ખાતેના કેદારનાથ અને બદ્રીનાથ ધામની યાત્રાને મંજૂરી આપી દીધી છે. સાથે જ તેણે વડાપ્રધાન કાયર્લિયને યાદ પણ અપાવ્યું છે કે, લોકસભા ચૂંટણી 2019 માટે લાગુ થયેલી આદર્શ આચારસંહિતા હજુ પણ અમલમાં છે. વડાપ્રધાન કાયર્લિય દ્વારા પીએમ મોદીની બે દિવસની ઉત્તરાખંડ યાત્રા પર ચૂંટણી પંચની પૂર્વ મંજૂરી લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે ક, લોકસભા ચૂંટણી 2019ના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન રવિવારે 19મેના રોજ યોજાવાનું છે. મતગણતરી 23મેના રોજ યોજાશે અને આ સાથે જ પરિણામ પણ જાહેર કરવામાં આવશે.

વડાપ્રધાન મોદીના 18 અને 19 એપ્રિલના રોજ બાબા કેદારનાથના પ્રવાસ અંગે કોંગ્રેસના મહામંત્રી હરીશ રાવતે પ્રહાર કયર્િ હતા. તેમણે કહ્યું કે, પીએમ મોદી ઉત્તરાખંડમાં પ્રાયશ્ચિત કરવા માટે આવી રહ્યા છે, કેમ કે દેશની પ્રજાને ગેરમાર્ગે દોરવી, હેરાન કરવી પુણ્ય તો નથી. આથી, પીએમના પ્રાયશ્ચિતમાં જો કંઈ માફ કરવા જેવું બચ્યું હશે તો બાબા કેદાર તેમને જરૂર માફ કરી દેશે.

Comments

comments