બાબા રામદેવને હરી રસ ખાટો કેમ લાગ્યો ?

September 18, 2018 at 10:12 am


કેન્દ્રની ભાજપ સરકારના અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કટ્ટર સમર્થક બાબા રામદેવને અચાનક હરી રસ ખાટો લાગવા લાગ્યો છે. અત્યાર સુધી સરકારનું કોઈ પણ પગલું હોય તેનું આંધળું સમર્થન કરતા બાબા રામદેવે આ વખતે માેંઘવારીના મામલે મોદી સરકારની ભરપેટ ટીકા કરી છે અને 2019માં સરકારને આ માેંઘવારી ભારે પડશે તેમ ચોખ્ખું જણાવી દીધું છે.

વધુમાં બાબા રામદેવે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર નહી કરું એમપણ જાહેર કરી દીધું છે. વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં તેઆે જે રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તરફેણમાં સક્રિય રહીને કામ કરતા હતા તે રીતે આવનારી લોકસભાની ચૂંટણીમાં તેમના માટે કામ નહી કરે.

અનેક લોકો મોદી સરકારની નીતિઆેની પ્રસંશા કરી રહ્યા છે, પરંતુ હવે તેમાં સુધારો કરવાની જરુર હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે માેંઘવારી હાલ સૌથી મહÒવનો મુદ્દાે છે અને મોદીજીએ તેને અંકુશમાં લેવા વહેલામાં વહેલી તકે પગલાં લેવાં જોઈએ. મોદી સરકાર જો માેંઘવારેને અંકુશમાં લેવામાં નિષ્ફળ જશે તો માેંઘવારીની આ આગ મોદી સરકારને ખૂબ માેંઘી પડશે, હું જમણેરી કે ડાબેરી નહી પરંતુ મધ્યમ વિચારધારા ધરાવતો માણસ છું અને મહત્વનાઅનેક મુદ્દે મેં મૌન સેવ્યું હોવા અંગે કોઈએ મને છંછોડવો નહી, એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે હું કટ્ટર રાષ્ટ્રવાદી છું.

વાચકોને યાદ હશે કે, 2014ની લોકસભાની ચૂંટણીના પ્રચાર વખતે બાબા રામદેવે જોરશોરથી કહ્યું હતું કે, જો લોકો મોદીને મત આપીને વિજયી બનાવશે તો તેઆે પેટ્રાેલ – ડીઝલના ભાવ બહુ આેછા કરી દેશે. હવે જ્યારે પેટ્રાેલના ભાવ રોકેટ ગતિએ વધી રહ્યા છે અને સરકાર તેને કાબુમાં લેવામાં નિષ્ફળ ગઈ છે ત્યારે બાબા રામદેવે ટીકાઆેનો સામનો પણ કરવો પડી રહ્યાે છે. કદાચ આ ટીકાથી નારાજ થઈને તેમણે મોદી સરકાર સામે નારાજગી દશાર્વી દીધી હશે તેવું લાગી રહ્યું છે.

Comments

comments

VOTING POLL