બારદાન કાંડઃ 30 હજાર કોથળામાંથી માત્ર 4600 બારદાન કબજે કરાયા

August 31, 2018 at 3:12 pm


શહેરના જુના માર્કેટ યાર્ડમાં બારદાનના ગોડાઉનમાં આગ પ્રકરણમાં બારદાન બારોબાર વેચી નાખવાના કૌભાંડમાં છેલ્લા 8 દિવસથી રીમાન્ડ પર રહેલા ગુજકોટના મેનેજર મગન ઝાલાવડીયા અને સાગરીતો તેમજ બારદાન લેનાર બે વેપારીઆેની પુછપરછમાં બારદાન બહારગામથી આવ્યાનું ખોટુ બોલી આેઈલ મીલરોને વેચી નાખ્યાની કબુલાત બાદ પોલીસે 30 હજારમાંથી માત્ર 4600 બારદાન કબજે કરી તપાસનો સંતોષ માન્યાે હતો. ગઈકાલે રીમાન્ડ પર રહેલા બન્ને આરોપીના રીમાન્ડ પુરા થતાં જેલ હવાલે કરવાનો કોર્ટે હુકમ કર્યો છે. તેમજ આજે મગન સહિત 6 શખસોના રીમાન્ડ પુરા થતાં બપોર બાદ તેને કોર્ટ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ માર્કેટ યાર્ડમાં રૂા.15.80 લાખની કિંમતના બારદાન બારોબાર વેચી નાખવાના કૌભાંડમાં બી-ડીવીઝન પોલીસ અને ક્રાઈમ બ્રાંચે ગુજકોટના મેનેજર મગન ઝાલાવડીયાની ધરપકડ બાદ સંયુકત તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. 8 દિવસથી રીમાન્ડ પર રહેલા મગને બારદાનના હિસાબ અંગે પોલીસ સમક્ષ એકરાર કર્યો હતો પરંતુ હિસાબ આપવામાં માેં સીવી લીધું હતું. તેમજ રીમાન્ડ પર રહેલા લાતીપ્લોટના બે વેપારીઆે પાસે પણ તપાસનીશ અધિકારીઆે પણ બારદાન કબજે કરવામાં પાછા પડયા હતા. પોલીસે શરૂઆતમાં જ મગને કરેલા બારદાન કૌભાંડમાં અમદાવાદના ગુજકોટના મેનેજરને 10 લાખ આપ્યા હોવાનું કથન કર્યું હોય તેની તપાસ પણ પોલીસ ચાલુ હોવાનું જણાવે છે. તેમજ છેલ્લા એક સપ્તાહથી ક્રાઈમ બ્રાંચ, એસઆેજી, બી-ડીવીઝન તથા ઉચ્ચ પોલીસ અધિકારીઆે તપાસ કરતા હોય નાફેડ અને ગુજકોટના અધિકારીઆેની પુછતાછના નામે નિવેદનો નાેંધાવ્યા હતા. પરંતુ આજ સુધી કોઈ આરોપી ન નીકળ્યાનો ઘાટ રહ્યાે છે. પોલીસે તપાસના નામે જેટલી મથામણ કરી તે મુજબ રીકવરી ન થતાં લોકોમાં ચર્ચા જાગી છે.

Comments

comments

VOTING POLL