બાળકીઆે સાથે દુષ્કર્મ આચરનારા હેવાનોને ફાંસીના માંચડે લટકાવી દેવાશે

August 7, 2018 at 10:35 am


12 વર્ષથી આેછી ઉંમરની બાળકીઆે સાથે દુષ્કર્મના દોષિતોને મૃત્યુદંડ આપવાની જોગવાઈવાળા અપરાધીક કાનૂન (સંશોધન) ખરડો 2018 સંસદમાં પાસ થઈ ગયો છે. લોકસભા બાદ સોમવારે રાજ્યસભાએ પણ તેને ધ્વનિમતથી પસાર કરી દીધો હતો. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આ ખરડો કાયદાનું સ્વરૂપ લઈ લેશે અને 21 એપ્રિલે લાગુ ક્રિમિનલ લો (સંશોધન) વટહુકમની જગ્યા લેશે. કઠુઆ અને ઉન્નાવકાંડ બાદ કેન્દ્ર સરકારે આ વટહુકમનો સહારો લીધો હતો.

રાજ્યસભામાં ચર્ચાનો જવાબ આપતાં ગૃહ રાજ્યમંત્રી કિરેન રિજિજુએ ખરડાને રાષ્ટ્રીય મહત્ત્વ ગણાવતાં કહ્યું કે મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને અરુણાચલ પ્રદેશમાં પહેલાથી જ આવી જોગવાઈ કરાઈ ચૂકી છે. નવા કાયદામાં 12થી આેછી ઉંમરની બાળકીઆે સાથે દુષ્કર્મના દોષિતોને મોતની સજા આપવાની કડક જોગવાઈ છે. આ મામલામાં આેછામાં આેછી 20 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની પણ સજા થઈ શકે છે.

રિજિજુએ કહ્યું કે નવા કાયદામાં 16 વર્ષથી આેછી ઉંમરની બાળકીઆેના દુષ્કર્મના આરોપીઆેને આેછામાં આેછી 10થી વધારીને 20 વર્ષ સજા કરવામાં આવી છે. તેમાં વધુમાં વધુ સજા ઉમરકેદમાં બદલી શકાય છે. સાથોસાથ આરોપીઆે માટે આગોતરા જામીનની વ્યવસ્થા પણ નહી અપાય.

રિજિજુએ જણાવ્યું કે નવી જોગવાઈઆે હેઠળ મહિલાઆે સાથે દુષ્કર્મના દોષિતો માટે આેછામાં આેછી સશ્રમ કેદની સજા સાતથી વધારીને દસ વર્ષ કરાઈ છે. દુષ્કર્મના તમામ મામલાની તપાસ અનિવાર્ય રૂપથી બે માસમાં પૂરી કરવી પડશે. કેસની ટ્રાયલને પણ બે મહિનામાં પૂરી કરવી પડશે.

Comments

comments