બાળકોનું યૌન શોષણ કરનારાઓને બનાવવામાં આવશે નપુંસક !

June 13, 2019 at 11:37 am


બાળકોના યૌન શોષણના કિસ્સા માત્ર ભારતમાં જ નહીં, પણ દુનિયાભરમાં વધી ગયા  છે. આ ક્રાઇમનો વધારો જોઈને અમેરિકાના એલબેમા રાજ્યએ અનોખો કડક કાયદો બનાવ્યો છે. આ કાનૂન પ્રમાણે બાળકોનું યૌન શોષણ કરનારા આરોપીને નપુંસક બનાવી દેવામાં આવશે. આ પ્રકારનો કાયદો ઘડનારું એલબેમા અમેરિકાનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ નિયમમાં જજ નક્કી કરશે કે, આરોપીને ક્યારે અને કેટલી માત્રામાં દવા આપવી. તો સાથે જોવાનું તો એ છે કે બધો ખર્ચો આરોપીએ જ ઉઠાવવાનો રહેશે. આવા કાયદા પાછળનો સરકારનો એક જ ઈરાદો છે કે આવી સજાથી લોકોમાં ભય વધે અને આ પ્રકારના ગુન્હાઓ અટકી શકે. અમેરિકા ઉપરાંત પણ અન્ય દેશ છે જ્યાં આ પ્રકારના કાયદા ઘડવામાં આવ્યા છે જેમાં ઇન્ડોનેશિયા અને દક્ષિણ કોરિયાનો સમાવેશ થાય છે.

 

Comments

comments

VOTING POLL