બાળગૃહમાં બાળકીના યૌનશોષણના વિરોધમાં બિહાર બંધના એલાનથી તનાવ

August 2, 2018 at 10:48 am


બિહારના મુઝફફરપુર સ્થિત બાલિકાગૃહમાં થયેલી યૌન શોષણની ઘટનાના વિરોધમાં ડાબેરી પક્ષોએ આજે બિહાર બંધનું એલાન કર્યું છે અને તેની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળી રહી છે. આરા, ગયા, જહાનાબાદ, શેખપુરા, નાલંદામાં ડાબેરીના સમર્થકોએ ટ્રેન અટકાવી છે તો અનેક જગ્યાએ માર્ગ પરિવહન પણ થંભી ગયું છે.

આરામાં ડાબેરીઆેના બંધની ખાસ્સી અસર જોવા મળી છે. જ્યારે શેખપુરામાં બિહાર બંધ સમર્થકોએ હાવડા-ગયા એક્સપ્રેસ ટ્રેનને રોકી લઈ રેલવે ટ્રેકને જામ કરી દીધો છે. બંધ સમર્થકોમાં ડાબેરી પક્ષ રાજદ અને કાેંગ્રેસના કાર્યકતાર્ છે. તમામ લોકો બિહારના મુખ્યમંત્રી સુશીલકુમાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.

સીવાનમાં સીપીએમ કાર્યકતાર્આેએ ચક્કાજામ કરી દીધો અને તેની સાથે રાજદ પણ જોડાયું હતું. આક્રાેશિત કાર્યકતાર્આેએ સરકાર વિરુÙ જોરદાર નારેબાજી કરી હતી. કાર્યકતાર્આેએ જે.પી.ચોક પર ટ્રક અટકાવી દેતાં અનેક વાહનોની કતારો લાગી ગઈ હતી.

ભાજપે બિહાર બંધનો વિરોધ કરતાં કહ્યું કે રાજદ, ડાબેરીઆે સાથે મળીને આ પ્રકારના બંધથી લોકોને હેરાન-પરેશાન કરવા માગે છે.

બાળકીઆે સાથે વધી રહેલી સામૂહિક બળાત્કારની ઘટના અને મહિલાઆેની સુરક્ષાની માગ લઈને રાજ્ય અને કેન્દ્ર સરકારની નીતિઆે વિરુÙ બિહારના દરેક જિલ્લામાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે.

બંધને સફળ બનાવવા માટે માકપા, ભાકપા માલે, ભાકપા અને રાજદના જિલ્લા એકમના કાર્યકતાર્આેએ ઠેર ઠેર બેઠક કરી હતી.

Comments

comments

VOTING POLL