બાળાઆે સાથે દુષ્કર્મ કરનારા બે પગાળા જાનવરોને મોતની સજા આપવામાં હિચકિચાટ હોવો ન જોઈઅ

April 16, 2018 at 7:00 pm


આપણા દેશને દરેક ક્ષેત્રમાં નંબર વનના સ્થાન પર મુકવા માટે વારંવાર શાસકો મોટા મોટા બણગા ફૂંકતા હોય છે પરંતુ તેનાથી તદન ઉલ્ટી દિશામાં જ દેશનો વિકાસ થઈ રહ્યાે છે અને તે છે બાળાઆે પર અત્યાચાર, દુષ્કર્મ અને જુલમ. મહિલાઆે પર ગમે ત્યાં, ગમે ત્યારે થઈ રહેલા અત્યાચાર અને દુષ્કર્મને જોઈને દુનિયા આખી આપણી બગડેલી અવસ્થા પર હાસ્ય વેરતી હશે અને આપણી પ્રતિષ્ઠાને નીચલા સ્તરે મુકવામાં આવતી હશે. શાયરો હવે તેના પર પણ રચના કરવા લાગ્યા છે. એક શાયરે એમ લખ્યું છે કે, ‘અબ કયા કહું મેં અપને દેશ કે બારે મેં, ઈસકા તો રીપબ્લીક, રેપપબ્લીક હો ગયા.’!
દુષ્કર્મની ઘટનાઆેમાં ભયાનક વૃધ્ધિ સાથે જે રીતે નાની બાળાઆેને મોટા પાયે દુષ્કર્મનો શિકાર બનાવવામાં આવી રહી છે તેને જોતાં હવે અનિવાર્ય થઈ ગયું છે કે આવા બિભત્સ અપરાધના દોષીઆેને અતિ કઠોર સજા દેવા માટે કંઈક ઉપાય થવા જોઈએ. આ મામલામાં વધુ વિલંબ કરવો પોષાય એમ નથી કારણકે નિર્ભયા કાંડ બાદ દુષ્કર્મ વિરોધી કાયદાને કઠોર કરવાના જે ઉપાય કરવામાં આવ્યા હતાં તે અસરકારક પુરવાર થયા નથી. દુષ્કર્મના કેસોમાં કોઈ ઘટાડો જ દેખાતો નથી ઉલ્ટુ આ પ્રકારની ઘટનાઆે દેશમાં વધી રહી છે. આવી સ્થિતિમાં દુષ્કર્મના અપરાધીઆે પર લગામ લગાવવા માટે જે કંઈપણ સંભવ હોય તેને પ્રાથમિકતાના આધાર પર કરવું જોઈએ. ખાસ કરીને નાની બાળાઆે પર જે રીતે જંગલી ગીધડાઆે દુષ્કર્મ આચરે છે તે વાત સાંભળીને પણ રૂંવાડા ઉભા થાય છે. આખા સમાજને નીચે જોવું પડે તેવી હાલત આવી ઘટનાઆેએ કરી દીધી છે અને દેશની પ્રતિષ્ઠાને ભયાનક હાની પહાેંચી છે. આવી હિચકારી અને જંગલી ઘટનાઆે સભ્ય સમાજના ચહેરા પર એક દાગ છે. આમ લોકો પણ હવે ડરવા લાગ્યા છે અને નાની બાળાઆેની સુરક્ષાની એમની પાસે કોઈ ગેરંટી નથી. કઠુવામાં એક બાળકી સાથે દુષ્કર્મની જઘન્ય ઘટના બની છે અને વડાપ્રધાને પણ મૌન તોડવું પડયું છે. આ ઘટનાને લીધે આખા દેશમાં આક્રાેશ ફાટી નીકળ્યો છે. નિર્ભયા કાંડ વખતે જેવો દેશવ્યાપી રોષ હતો તેવો જ આ વખતે દેખાઈ રહ્યાે છે.
કેન્દ્રના સમાજ કલ્યાણ મંત્રાલયને થોડીક અકકલ આવી હોય તેવું દેખાય છે કારણકે બાળાઆેને યૌનશોષણથી બચાવનારા પોકસો કાયદાની જોગવાઈઆેમાં ફેરફાર કરીને 12 વર્ષથી આેછી વયની બાળા સાથે દુષ્કર્મ કરનાર અપરાધીને મોતની સજાની જોગવાઈ પર વિચાર કરવામાં આવી રહ્યાે છે. સાચું પુછો તો આ ખરેખર સમયનો તકાદો છે. તેમાં વિચાર કરવાની જરૂર જ નથી. આ કાયદો પસાર કરી જ દેવો જોઈએ.
બાળાઆે સાથે દુષ્કર્મના અપરાધીઆેને મોતની સજા સંબંધી કાયદો હરિયાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બની ગયો છે. આ રાજયોએ આવા કાનુન એટલા માટે બનાવ્યા છે કે અહી બાળાઆે સાથે દુષ્કર્મની ઘટનાઆે રોકાવાનું નામ જ લેતી ન હતી પરંતુ હવે આ રાજયો જેવી જ સ્થિતિ સમગ્ર દેશની હોય તેવું દેખાઈ રહ્યું છે.
સાથોસાથ દુષ્કર્મી, હરામખોરોના મનમાં ભય પેદા કરવાની અને એમને એવી સજા દેવાની જરૂર છે જે બીજાઆે માટે પદાર્થપાઠ બની જાય. ફકત કઠોર કાનુન બનાવવાથી હેતુ પુરો થવાનો નથી. પોલીસની તપાસ અને ન્યાયી પ્રક્રિયાને પણ ઝડપી અને પારદર્શક કરવાની જરૂર છે. દુભાર્ગ્યની વાત એ છે કે આપણા ચૂંટાયેલા મહાનુભાવોના એજન્ડામાં આવા કોઈ કામ અત્યારે દેખાતા નથી અને એમના તરફથી કોઈ સળવળાટ પણ દેખાતો નથી. ઉન્નાવમાં જે ઘટના બની છે અને જે રીતે ભાજપના ધારાસભ્યની ધરપકડ થઈ છે તે ખરેખર શરમજનક ઘટના છે. આમ છતાં કેટલાક રાજકારણીઆેએ આ ધારાસભ્યને બચાવવા માટે ધમપછાડા કર્યા છે અને તેની તરફેણમાં નિવેદનો પણ કર્યા છે. રાજકારણીઆે સંવેદનહીન બની ગયા છે અને હવે તો બાળાઆે પ્રત્યે પણ એમના હૃદયમાં કોઈ દયાભાવ હોય તેવું લાગતું નથી.
કઠોર કાયદો ત્યારે જ અસરકારક સાબિત થઈ શકે જયારે તેના પર સખતાઈથી અને ઈમાનદારીથી અમલ થાય. આવા કાયદા બનાવતી વખતે એ પણ જોવું જોઈએ કે તેનો દુરૂપયોગ ન થાય કારણકે આપણા દેશમાં આ કામ પણ ખુબ વધુ પ્રમાણમાં થાય છે. જો કે સાચા ગુનેગારોને કઠોર સજા મળે તેવા હેતુમાં કોઈ કમી ન આવવી જોઈએ અને રાજકારણીઆેની દાનત બગડવી ન જોઈએ. મહારાષ્ટ્રમાં તો બહેરી-મુંગી બાળાઆે પર દુષ્કર્મની હિચકારી અને રાક્ષસી ઘટના બહાર આવી છે. જો કે આ ઘટનાને દબાવી દેવામાં આવી છે કારણકે મહારાષ્ટ્રમાં ફડનવીસ સરકારને ભારે તકલીફ પડી જાય એમ છે. મહારાષ્ટ્રના કરજતમાં બોર્ડિંગ સ્કૂલમાં બહેરી-મુંગી બાળાઆે પર શારીરિક અત્યાચાર કરનાર સ્કૂલના કેરટેકરની ધરપકડ કરવામાં આવી છે અને બીજા કેટલાય હરામખોરોની પણ ધરપકડ થવાની છે. આમ આખા દેશમાં બાળાઆે પર દુષ્કર્મ અને શારીરિક અત્યાચારની ઘટનાઆેમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યાે છે. આપણા સમાજમાં ખરેખર અસુરક્ષાની ભાવના પેદા થઈ ગઈ છે અને તેને દૂર કરવા માટે શાસકોએ તેમજ વિપક્ષે પણ પોતાની હકારાત્મક ભુમિકા ભજવવાની જરૂર છે. પોલીસતંત્રએ પણ ઈમાનદારીથી અને લાગણીશીલ બનીને આવી ઘટનાઆેમાં સાચી અને ઉંડી તપાસ કરીને ગમે તેવા ચમરબંદીને પણ પકડી લેવા જોઈએ. હવે વાત વધુ બગડી રહી છે. આપણે બધા જાગી જઈએ તો આપણા હિતમાં સારૂં છે.

Comments

comments

VOTING POLL