બિગબી, કિંગ ખાન બાદ પ્રિયંકા ચોપરા બની ગ્લોબલ સેલિબ્રિટી, તુસાદ મ્યુઝિયમમાં લાગ્યું પ્રિયંકાનું સ્ટેચ્યૂ

February 8, 2019 at 9:05 pm


બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાનું મીણનું સ્ટેચ્યૂ મેડમ તુસાદ મ્યુઝિયમમાં મુકવામાં આવ્યું છે. નિક જોનસ સાથે લગ્ન બાદ પ્રિયંકા ગ્લોબલ સેલિબ્રિટી બની ગઇ છે.

અમેરિકામાં મેડમ તુસાદ મ્યુઝિયમમાં માત્ર અમિતાભ બચ્ચન અને શાહરૂખના સ્ટેચ્યુ હતા. જેમાં હવે પ્રિયંકા ચોપરાને પણ સ્થાન મળ્યું અને તે પણ આ લિસ્ટમાં સામેલ થઈ ચૂકી છે.

મેડમ તુસાદે પ્રિયંકાના સ્ટેચ્યૂની જાહેરાત કરતાં લખ્યું, અમેરિકામાં તેના સ્ટેચ્યૂને હોલિવૂડના અ લિસનર સેક્શનમાં રાખવામાં આવ્યું છે. મેડમ તુસાદે તેને ક્વોન્ટિકોની સ્ટારની સાથે નિક જોનસની પત્ની તરીકે ઇન્ટ્રોડ્યુસ કરી છે. પ્રિયંકાની બાયોગ્રાફીમાં તે યુનિસેફની ગ્લોબલ એમ્બેસેડર હોવાની ધ પ્રિયંકા ચોપરા ફાઉન્ડેશનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ચેરિટી સંસ્થા દ્વારા પ્રિયંકા બાળકોના શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે પણ કામ કરે છે. ત્યારે હોટ એન્ડ હેપનિંગ પ્રિયંકાને તુસાદ મ્યુઝિયમમાં જોઈ તેના ચાહકોમાં ખુશી છવાયેલ જોવા મળી હતી.

Comments

comments

VOTING POLL