બિગબોસમાં ઘર છે કે યુધ્ધનું મેદાન, વળી એક વાર સર્જાયા ડખ્ખા…

November 6, 2019 at 10:35 am


બીગબોસની સીઝન ૧૩ ચાલી રહી છે. આમ તો પહેલાની સિઝનમાં પણ અવારનવાર સ્પર્ધકો વચ્ચે ચડભડ સર્જાતી હતી. ત્યારે આ સિઝનમાં પણ સ્પર્ધકો વચ્ચે અવારનવાર ડખ્ખા સર્જાય રહ્યા છે. ત્યારે બીગબોસનું ઘર ઘર કરતા વધારે યુદ્ધનું મેદાન લાગી રહ્યું છે. બિગબોસના ઘરમાં ફર્સ્ટ ફિનાલે બાદ નોમિનેશનમાં 6 સદસ્યો આ અઠવાડિયા માટે નોમિનેટ થઈ ગયા છે. જેમાં શેફાલી, આસિમ, માહિરા, શહનાઝ, તહસીન, સિદ્ધાર્થ, પારસ અને અરહાન સોમવારના રોજ નોમિનેટ થયા જ્યારે ઘરની કેપ્ટન આરતીએ પોચાના વિશેષ અધિકારનો ઉપયોગ કરી આસિમને બચાવી લીધો અને આગળના એપિસોડમાં એકવાર ફરી બિગબોસનું ઘર લડાઈનો અડ્ડો બની જશે. બિગ બોસની ચોક્કસ જાણકારી આપનારના જણાવ્યા પ્રમાણે સિદ્ધાર્થને શોમાથી એવિક્ટ કરવામાં આવશે જો કે આ વાતની કોઈ પુષ્ટી કરવામાં આવી નથી. સિદ્ધાર્થ શુક્લા બિગબોસ જીતનાર સૌથી મજબુત દાવેદારોમાંથી એક છે.

Comments

comments