‘બિગ બોસ-12’ માટે સલમાને શૂટ કર્યો પ્રોમો, જુઓ તેનો ફર્સ્ટ લુક

August 11, 2018 at 8:47 pm


બિગબોસની 12મી સિઝન

સલમાન ખાન રિયાલિટી ટીવી શો બિગ બોસની આગામી સિઝન લઈને આવી રહ્યો છે. શોની 12મી સીઝનનું ટીવી પર પ્રસારણ 16 સપ્ટેમ્બરથી શરૂ થશે. હાલમાં જ સલમાને શો માટે પ્રોમોનું શૂટિંગ કર્યું છે. જેમાં તેણે બોલિવૂડની શાનદાર જોડીઓની યાદ અપાવી છે.

સલમાને પ્રોમોનું શૂટિંગ કર્યું

ચેનલ આ શોની જાહેરાત રસપ્રદ રીતે કરવા માંગે છે એટલા માટે આ પ્રોમોમાં સલમાન ખાન પોતાનો લોકપ્રિય ગીતોના સિગ્નેચર સ્ટેપ કરતો જોવા મળશે. પ્રોમોમાં સલમાન ખાન ‘જવાની ફિર ન આયે’, ‘દિલ દિયા ગલ્લાં’ પર ડાન્સ કરતો જોવા મળશે.

આ વખતે જોડીમાં આવશે કંટેસ્ટેંટ્સ

સેટ પરથી એક સૂત્રએ જણાવ્યું કે આ સમયે દીવાલ પર ‘રામ લખન’ ‘કરણ-અર્જુન’, ‘સીતા-ગીતા’, ‘જય-વીરુ’ ના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. બિગ બોસની આ સીઝનમાં કંટેસ્ટેંટ્સ જોડિયોમાં આવશે. સલમાન અત્યાર સુધીમાં બિગબોસની 9 સીઝન હોસ્ટ કરી ચૂક્યો છે.

Comments

comments

VOTING POLL