બિનખેડૂત પણ આૈદ્યાેગિક હેતુ માટે જમીન ખરીદી આેનલાઇન અરજી કરી શકશેઃ નિયમોમાં તોળાતો સુધારો

January 11, 2019 at 2:57 pm


Spread the love

બિનખેતીની સમગ્ર પ્રqક્રયા આેનલાઈન કરી દેવાનો ક્રાંતિકારી નિર્ણય ગુજરાત સરકારે લીધો છે. આવી જ રીતે જૂની-નવી શરતના પ્રિમિયમ આેનલાઈન સ્વીકારવાનું શરૂ કરી દેવાયું છે અને ત્રીજા મોટા મહત્વના રિફોમ્ર્સ તરીકે સૌરાષ્ટ્ર ઘરખેડ કાયદાની કલમ 54-55માં મોટો સુધારો લાવવાની દિશામાં રાજ્ય સરકારની રેવન્યુ વિભાગ કવાયત કરી રહ્યાે હોવાનું ટોચના આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે. ગાંધીનગર િસ્થત રેવન્યુ વિભાગના ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ આ સંદર્ભે મોટાભાગની કામગીરી પુરી થઈ ગઈ છે અને હવે તેને ફાઈનલ ટચ આપવાનું ચાલી રહ્યું છે. સંભવતઃ ફેબ્રુઆરી માસમાં આ અંગેની સત્તાવાર જાહેરાત કરી અમલવારી શરૂ કરી દેવાશે. ઇ ગવર્નન્સ ક્ષેત્રે કાંતિક્રારી ફેરફાર થવાનો હોવાથી લોકોને સરકાર કચેેરીઆેના ધકકા બંધ થશે.
સૌરાષ્ટ્ર ઘરખેડ કાયદામાં તોળાતા સૂચિત ફેરફાર મુજબ જેન્યુઅન કિસ્સામાં આૈદ્યાેગિક હેતુ માટે જો કોઈ બિન ખેડૂત પેઢી, કંપની કે વ્યિક્ત પોતાના નામે ખેતીની જમીન ખરીદ કરવા માગતા હોય તો તે આ પ્રકારે જમીન ખરીદીને 6 માસના સમયગાળામાં સંબંધિત જિલ્લા કલેકટરને આેનલાઈન અરજી કરીને મંજૂરી મેળવી શકશે. આેનલાઈન મંજૂરી મેળવવાની આ પ્રqક્રયા ફેબ્રુઆરી માસથી શરૂ થવાની ભારોભાર શકયતા છે.
રેવન્યુ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ હાલ એક માસમાં આ પ્રકારે મંજૂરી મેળવી લેવાની હોય છે પરંતુ નવા ફેરફાર બાદ સમય મર્યાદા વધારીને 6 માસની કરવામાં આવશે. હાલ આ પ્રકારના કિસ્સામાં મેન્યુઅલ (આેફલાઈન) અરજી કરવાની હોય છે પરંતુ હવે આેનલાઈન અરજી કરવાનું ફરજિયાત બનાવવામાં આવશે. આેનલાઈન અરજીમાં ખરીદ દસ્તાવેજ, ઉદ્યાેગ શરૂ કરવા માટેનું સક્ષમ આેથાેરિટીનું પ્રમાણપત્ર અને અન્ય આધાર-પુરાવાઆે આપવા પડશે અને ત્યારબાદ તપાસ કરવામાં આવશે અને જો યોગ્ય જણાશે તો મંજૂરી આપવામાં આવશે.
હાલ સૌરાષ્ટ્ર ઘરખેડ કાયદાના નિયમ-18ની જોગવાઈ મુજબ કલેકટર તંત્રમાં અરજી સાથે ખેડૂતની વિગત આપવાની હોય છે અને જો અરજી મંજૂર થાય તો કલમ-18 મુજબ શરતી પ્રમાણપત્ર આપવામાં આવે છે. આવા કિસ્સામાં બિનખેતી માટે પરવાનગી આપવામાં આવે છે પરંતુ આ પ્રકારની પરવાનગી મેળવવાથી જે તે વ્યિક્ત, પેઢી કે કંપની ખાતેદાર ખેડૂત બની જતી નથી, બીજી ખેતીની જમીન ખરીદી શકતી નથી.
ઘરખેડ કાયદાની કલમ-55 મુજબ જ્યારે કોઈ વ્યિક્ત, પેઢી કે કંપની આૈદ્યાેગિક હેતુ માટે ખેતીની જમીન ખરીદે ત્યારે તે માર્કેટેબલ ટાઈટલ િક્લયર હોવી જરૂરી છે અને એક માસમાં કલેકટર તંત્રને તેની જાણ કરવાની હોય છે. કલેકટર તંત્રમાંથી પ્રમાણપત્ર મýયા બાદ બિનખેતીની કલમ-65 મુજબ રેગ્યુલર સીસ્ટમથી પણ અરજી કરી શકે છે અને 65-બી મુજબ આૈદ્યાેગિક હેતુ માટે પણ જમીન બિનખેતી કરાવી શકે છે. 65-બી હેઠળ જ્યારે જમીન બિનખેતી કરવાની થાય ત્યારે આૈદ્યાેગિક હેતુ માટેનો ઉપયોગ શરૂ કરી એક મહિનામાં કલેકટર તંત્રને જાણ કરવાનું ફરજિયાત છે.
ફેબ્રુઆરી માસમાં આ કાયદામાં જોરદાર સુધારાઆે આવી રહ્યા છે ત્યારે હાલની એક માસની સમય મર્યાદા વધારીને 6 માસની કરાશે અને આેફલાઈનના બદલે આેનલાઈન અરજી કરવાની રહેશે. આ પ્રકારના સુધારા બાદ આૈદ્યાેગિક વિકાસને ગુજરાતમાં વધુ વેગ મળશે તેવી સરકારને આશા છે. સૌરાષ્ટ્રમાં ઘરખેડ કાયદો અમલમાં છે. જ્યારે તે સિવાયના ગુજરાતના અન્ય વિસ્તારોમાં મુંબઈ ગણોતધારાની કલમ-63 એ-એ અમલમાં છે. આ બન્ને કાયદાઆેમાં ફેબ્રુઆરી માસમાં મોટા ફેરફારો તોળાઈ રહ્યા હોવાનું રેવન્યુ વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે.