બિનખેતીની સત્તા પંચાયતો પાસેથી ખૂંચવી કલેકટરોને સાેંપવા નિર્ણય

December 7, 2018 at 4:09 pm


રેવન્યુ અને પંચાયત વિભાગમાં ભ્રષ્ટાચારના ભોરિ»ગ સમાન બની ગયેલી બિનખેતીની પ્રક્રિયા પારદર્શક રીતે હાથ ધરવા માટે દિવાળીના તહેવારો દરમિયાન રેવન્યુ વિભાગમાં બિનખેતીની સમગ્ર પ્રક્રિયા આેન લાઈન કરાયા બાદ રાજ્ય સરકારે આજે મહત્વનો નિર્ણય લઈને રાજ્યભરની તમામ જિલ્લા-તાલુકા પંચાયતો પાસેથી બિનખેતીની સત્તા છીનવી લઈને જે-તે જિલ્લાના કલેકટરોને સોપી છે. સરકારના આ નિર્ણય બાદ હવે જિલ્લા અને તાલુકા પંચાયત હસ્તકના કાર્યક્ષેત્રોમાં પણ બિનખેતીના પ્રક્રિયા આેનલાઈન થશે અને કલેકટર તંત્ર મારફત જ થશે.
જિલ્લા પંચાયતોમાં રાજકારણીઆેમાં ઝઘડાનું મુળ પણ બિનખેતી બનતી હોય છે. બિનખેતીમાં લાખો રૂપિયાની બેનંબરી આવક થતી હોવાથી સત્તાના વરવા ખેલ જોવા મળતા હતા પરંતુ સરકારે કલમના એક ઝાટકે પંચાયતો પાસેથી બિનખેતી છીનવી લેતાં ‘કજિયાનું માેં કાળું’ની જેમ હવે ભ્રષ્ટાચારના મુદ્દે થતાં ઝઘડાઆે બંધ થશે.
ગુજરાત રાજ્યની 33 જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત હસ્તકની બિનખેતીની પ્રક્રિયા કલમના ઝાટકે સરકારે છીનવીને કલેકટરોને હસ્તક સાેંપી દીધી ચે. આવુ કરવા પાછળ સરકારનો ઉદેશ્ય બિનખેતીની પ્રક્રિયામાં પારદશિર્તા, એકસૂત્રતા લાવવાની સાથે ભ્રષ્ટાચાર મુકત બનાવવાનો હોવાનું રાજ્યના મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલે જાહેરાત વખતે જણાવ્યું હતું.
1963થી એટલે કે, પંચાયતીરાજ વ્યવસ્થા અમલમાં બની ત્યારથી આ બિનખેતી પ્રક્રિયાઆે સોપવામાં આવી હતી. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં બિનખેતીની પ્રક્રિયાઆે ગામ અને તાલુકા લેવલથી થતી હતી. જયારે શહેરી વિસ્તારમાં બિનખેતીની પ્રક્રિયા કલેકટર હસ્તક મુકવામાં આવી હતી. પરંતુ આ બિનખેતી પ્રક્રિયામાં આમૂલ પરિવર્તન લાવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે 6-8-18ના શહેરી વિસ્તારમાં બિનખેતીની પ્રક્રિયા ઝડપી થાય તે માટેનો નિર્ણય લેવાયો, 16-8-18 અમદાવાદ-ગાંધીનગરમાં આેનલાઈન એન.એ. પ્રક્રિયા અમલી બનાવામાં આવી જેની સફળતાના પગલે 12-11-2018થી રાજ્યભરમાં બિનખેતીની પ્રક્રિયા આેનલાઈન કરવામાં આવી આેગસ્ટ-2018થી આેકટોબર-2018 સુધીમાં 1863 આેનલાઈન અરજી આવી હતી જેની ફરિયાદ વગર નિકાલ થયો છે.
આ સફળતાને પગલે બિનખેતીની પ્રક્રિયામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં થાય તે માટે આેનલાઈન કરવામાં આવી છે. આ અરજી કલેકટર કચેરીથી કરવામાં આવશે. લોકોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની એન.એની કામગીરી જિલ્લા કલેકટરને હસ્તક મુકવામાં આવી છે. આ અંગે સત્તાવાર નોટિફિકેશન જારી કરી દેવામાં આવ્યું છે. જેનો અમલ આજથી જ કરવામાં આવશે તેમ મહેસુલમંત્રી કૌશિકભાઈ પટલે જણાવ્યું છે.
આ બિનખેતીની પ્રક્રિયા આેનલાઈન થવાના પરિણામે ગેરરીતિની ફરિયાદનો અવકાશ રહેશે નહી લોકોની તકલીફનો અંત આવશે. તેવો પારદશ} નિર્ણય મુખ્યમંત્રી કક્ષાએથીલેવામાં આવ્યો છે. આજ સુધી થયેલા તમામ નિર્ણયો યથાવત રાખવામાં આવ્યા છે. તો હવે જિલ્લા પંચાયત હસ્તકની બિનખેતી તમામ પડતર અરજીઆે કલેકટર હસ્તક હસ્તાંતરણ થઈ જશે તેમ મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું છે.

Comments

comments