બિન અનામત વર્ગ માટે ગુજરાત સરકારની જંગી સહાય જાહેર

August 10, 2018 at 4:50 pm


ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે આજે ગુજરાતના બિન અનામત માટે જંગી રાહતો અને લોન યોજનાઆે જાહેર કરી હતી. ખાસ કરીને વિદ્યાર્થીઆેને શિક્ષણ સહાય, વિદેશી શિક્ષણ સહાય તેમજ બિન અનામત વર્ગના સ્ત્રી-પુરૂષો માટે સ્વરોજગાર લક્ષી લોન સહાયની જાહેરાત કરી હતી.

નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલે આજે બપોર બાદ એવી જાહેરાત કરી હતી કે, સરકાર તમામ વર્ગનો વિકાસ ઈચ્છે છે અને બિન અનામત વર્ગ માટે આજે વિશેષ લાભ જાહેર કરવામાં આવ્યા છે.

એમણે એવી જાહેરાત કરી હતી કે, મેડિકલ, ડેન્ટલ સહિતની તબીબી શાખા માટે સહાય જાહેર થઈ છે. રૂા.10 લાખ સુધીની ટયુશન ફી સરકાર ભરશે. ધો.12 પછી વિદેશ અભ્યાસ માટે રૂા.15 લાખની સહાય સરકાર કરશે. વિદેશી અભ્યાસ લોન હેઠળ વિદ્યાર્થીઆેને સહાય મળશે. ધો.12 વિજ્ઞાન પ્રવાહ માટે રૂા.15 હજારની ટયુશન સહાય મળશે. એ જ રીતે સરકારે આજે વિદ્યાર્થીઆે માટે ભોજન યોજના પણ જાહેર કરી છે જેમાં પ્રતિ માસ 1200 રૂપિયાની ભોજન સહાય મળશે.

બિન અનામત વર્ગ માટે વાહનો પર રૂા.10 લાખ સુધીની લોન મળશે. મહિલાઆેને સ્વરોજગાર લક્ષી સહાય માટે 4 ટકાના દરે લોન મળશે. જયારે પુરૂષ વર્ગને 5 ટકાના દરે લોન મળશે. 17 થી 50 વર્ષની વય સુધીના લોકો લોન મેળવી શકશે. સ્વરોજગાર યોજના હેઠળ આેફિસ લેવા માટે પણ સહાય મળશે.

દરમિયાનમાં વિદ્યાર્થી સહાય યોજનાનો લાભ ધો.10માં 70 ટકાથી વધુ વાળા વિદ્યાર્થીઆેને જ મળશે. નીતીનભાઈ પટેલે એમ કહ્યું હતું કે, નવી યોજનાનો લાભ ચાલુ શૈક્ષણીક સત્રથી જ વિદ્યાર્થીઆેને મળે તેવો પ્રયાસ થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના પગલે આ સમગ્ર સહાય યોજના તૈયાર કરવામાં આવી હતી. એમણે કહ્યું કે, ગુજરાતમાં 58 જ્ઞાતિઆે અને કુલ 1.50 કરોડ લોકોને અનામતનો લાભ મળતો નથી અને આવા લોકોને આજે વિશેષ સહાય જાહેર કરવામાં આવી છે.

Comments

comments

VOTING POLL