બિલ્ડર્સ-ડેવલપર્સ માટે ‘રેરા’ની ઈ-આેફિસ કાર્યરતઃ આજથી અમલ

December 6, 2018 at 3:51 pm


ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી આેથોરિટી દ્વારા બિલ્ડર્સ-ડેવલપર્સ-પ્રમોટર્સ માટે રેરા કચેરીમાં ઈ-આેફિસ કાર્યરત કરવામાં આવી છે અને આજથી જ તેનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. રેરા આેથોરિટી દ્વારા પ્રસિદ્ધ કરાયેલા પરિપત્ર અનુસાર હવેથી પ્રાેજેક્ટ રજિસ્ટ્રેશન, એપ્લીકેશન, સબમિશન, ક્વેરી કોમ્યુનિકેશન અને ક્વેરિ પૂર્તતા સબમિશનની પ્રક્રિયા પણ આેનલાઈન ‘રેરા’ પોર્ટલના માધ્યમથી અને ઈ-મેઈલના માધ્યમથી જ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. વિસંગતતાઆેને ઘટાડીને પ્રક્રિયામાં એકસૂત્રતા લાવવાના હેતુથી પ્રસિદ્ધ કરાયેલા ઉપરોક્ત પરિપત્રની આજથી અમલવારી શરૂ કરી દેવામાં આવી છે.

રેરા આેથોરિટી દ્વારા પ્રસિÙ કરાયેલો અને આજે તા.6-12-2018થી તેની અમલવારી શરૂ કરવામાં આવી છે તે પરિપત્ર અક્ષરશઃ નીચે મુજબ છે.

ગુજરાત સરકાર દ્વારા રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એકટ 2016 અન્વયે ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી આેથોરિટી (ગુજરેરા)ની સ્થાપના કરવામાં આવેલ છે. આ અન્વયે ગુજરાત રાજ્યના પ્લાનિંગ વિસ્તારમાં હોય તેવા નિયત ધારાધોરણ ધરાવતા રિયલ એસ્ટેટ પ્રાેજેકટ માટે રેરા રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. રેરા કાયદાની કલમ 4 (3)માં રિયલ એસ્ટેટ પ્રાેજેકટ માટેની એિપ્લકેશન આેનલાઈન સબમીટ કરાવવાની જોગવાઈ દશાર્વેલ છે. આ માટે ગુજરેરા દ્વારા તા.10-7-2017થી ડાયનેમિક વેબપોર્ટલ કાર્યાિન્વત કરવામાં આવેલ છે.

ગુજરાત રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) (જનરલ) નિયત-2017ના નિયમ નં-3માં પ્રાેજેકટ રજિસ્ટ્રેશન માટે પ્રમોટરે કઈ માહિતી અને સાધનિક કાગળો રજૂ કરવાના થાય છે તેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આ ઉપરાંત ગુજરેરાના પરિપત્ર નં.9 અને પરિપત્ર નં.10 મારફત પ્રાેજેકટ રજિસ્ટ્રેશન અરજી સાથે રજૂ કરવાના દસ્તાવેજો સંબંધિત સ્પષ્ટતા દર્શક સૂચનાઆે આપવામાં આવેલ છે.

જુલાઈ-2017માં રેરા પોર્ટલ કાર્યાિન્વત થયું ત્યારથી પ્રમોટર દ્વારા પ્રાેજેકટ રજિસ્ટ્રેશન માટે કરવામાં આવતાં આેનલાઈન સબમિશન તથા પ્રમોટર દ્વારા રજૂ થતી હાર્ડકોપીની ચકાસણી કરીને રજિસ્ટ્રેશન આપવાની પ્રક્રિયા કરવામાં આવી રહેલ છે. આ પરિસ્થિતિ પ્રમોટર દ્વારા રેરા પોર્ટલ ઉપર અપલોડ કરેલ ડિજિટલ દસ્તાવેજો અને ગુજરેરા દ્વારા રજિસ્ટ્રેશન સમયે હાર્ડકોપીમાં સ્વીકારાયેલ દસ્તાવેજો-માહિતી વચ્ચે વિસંગતતા ઉભી કરનાર બની રહેલ છે. ગુજરેરા દ્વારા રજિસ્ટર્ડ પ્રાેજેકટ સંબંધિત માહિતી રેરા પોર્ટલ ઉપર પિબ્લક વ્યુ માટે મુકવાની કાયદા અન્વયે જોગવાઈ છે. આ માટે હાલમાં રજિસ્ટર્ડ પ્રાેજેકટના હાર્ડ કોપીમાં રજૂ કરેલ અને સ્વીકારાયેલ દસ્તાવેજો અલગથી સ્કેન કરીને રેરા પોટ્રલ ઉપર મુકવાની પ્રક્રિયા ચાલુ છે. આ પરિસિથતિ ટાળવા માટે તથા રેરા રજિસ્ટ્રેશન એિપ્લકેશનની ચકાસણી માટેની કચેરીની આંતરિક વ્યવસ્થા પણ રેરા પોર્ટલ ઉપર આેનલાઈન સબમીટ થયેલ ડિજિટલ દસ્તાવેજોની ચકાસણીના આધારે કરવામાં આવે તે માટે રેરા કચેરીમાં ઈ-આેફિસના અમલીકરણનો નિર્ણય આેથોરિટી દ્વારા લેવામાં આવેલ છે.

તા.6-12-18થી પ્રાેજેકટ રજિસ્ટ્રેશન એિપ્લકેશનની આેનલાઈન ચકાસણીની કામગીરી ઈ-આેફિસ અન્વયે હાથ ધરવાનું નિયત કરવામાં આવેલ છે. આ માટે પ્રાેજેકટ રજિસ્ટ્રેશન એિપ્લકેશન સબમીન, કવેરી કોમ્યુનિકેશન અને કવેરી પૂર્તતા સબમિશનની પ્રક્રિયાને પણ આેનલાઈન એટલે કે રેરા પોટ્રલ અને ઈ-મેલના માધ્યમથી જ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. જે અનુસંધાને રિયલ એસ્ટેટ પ્રાેજેકટ માટે એિપ્લકેશન કરનાર દરેક પ્રમોર/ડેવલપરને નીચે મુજબના એિપ્લકેશન સબમિશન સંલગ્ન પ્રક્રિયાના ફેરફારની નાેંધ લેવા વિનંતી છે તથા આેનલાઈન એિપ્લકેશન સબમિશન અને ઈ-મેલ દ્વારા કવેરીની પૂર્તતા સબમિટ કરવા સંબંધી સૂચનાઆે ધ્યાને લેવા તથા તેનું ચૂસ્તપણે પાલન કરવા જણાવવામાં આવે છે.

1. પ્રાેજેકટ રજિસ્ટ્રેશનના આેનલાઈન સબમિશન સમયે હવેથી દરેક પ્રમોટરને રેરા પોર્ટલ દ્વારા ‘રિકવેસ્ટ ફોર એકનોલેજમેન્ટ’ સબમિટ કર્યા અંગેની જાણ ઈ-મેલ દ્વારા કરવામાં આવશે. આ જ ઈ-મેલમાં રજિસ્ટ્રેશન એિપ્લકેશન માટેની ફી ચૂકવ્યા અંગેની વિગત પ્રાપ્ત થશે.

2. પ્રમોટરે આેનલાઈન એિપ્લકેશન સબમિટ કર્યા બાદ વધુમાં વધુ કામકાજના 7 દિવસો દરમિયાન તેની હાર્ડકોપી ગુજરેરા કચેરી ખાતે રજૂ કરવાની રહેશે.

3. પ્રમોટર દ્વારા આેનલાઈન એિપ્લકેશનમાં અપલોડ કરવામાં આવેલ દસ્તાવેજોની હાર્ડ કોપીમાં સબમિટ કરેલ દસ્તાવેજો સાથે ચકાસણી કરવામાં આવશે અને આેનલાઈન સબમિટ કરેલ દસ્તાવેજો સ્કેનિંગની કવોલિટી ચકાસણીમાં વાંચી શકવા અને સંપૂર્ણતાની યોગ્ય ખરાઈ બાદ આેથોરિટી દ્વારા અરજી સ્વીકારવામાં આવે ત્યારે એકનોલેજમેન્ટ નંબરની ફાળવણીની ઈ-મેલ દ્વારા જાણ કરવામાં આવશે.

4. આેનલાઈન એિપ્લકેશનમાં સ્કેન કરેલા ડોકયુમેન્ટ સરળતાથી વંચાણે લઈ શકાય અને પ્રાેપર રિસોલ્યુશનવાળા અને સુસાચ્ય હોવા જોઈશે. જો કોઈ ક્ષતિ જણાઈ આવશે તો પ્રમોટરને યોગ્ય બિલ્ડર્સ-ડેવલપર્સકવોલિટીવાળા આેનલાઈન દસ્તાવેજ રજૂ કરવા ગુજરેરા કવોલિટી ચેક ખા દ્વારા જાણ કરવામાં આવશે અને ઈ-મેલ દ્વારા યોગ્ય દસ્તાવેજો સબમીટ કરવામાં સહકાર આપવામાં આવશે.

5. એકનોલેજમેન્ટ નંબર જનરેટ થયેથી રજિસ્ટ્રેશન એિપ્લકેશનની રેરા કચેરીમાં ઈ-આેફિસ અન્વયે આેનલાઈન ચકાસણી કરવામાં આવશે. આમ થવાથી પ્રમોટર પણ કચેરીમાં તેમની અરજીના ચકાસણીમાં તબકકા વિશે રેરા પોર્ટલ પર માહિતી મેળવી શકશે

6. ઈ-આેફિસ અન્વયે ચકાસણી દરમિયાન જણાયેલ કવેરીની જાણ પ્રમોટરને ઈ-મેલ દ્વારા કરવામાં આવશે અને પ્રમોટરે તેમની પૂર્તતા પણ રેરા કચેરીને ઈ-મેલ દ્વારા જ રજૂ કરવામાં આવશે. આમ કરવાથી સમગ્ર ગુજરાત રાજ્યમાંથી રેરા રજિસ્ટ્રેશન પ્રક્રિયા અન્વયેની વિવિધ પૂર્તતા માટે પ્રમોટર કે તેમના પ્રતિનિધિને સફળતા રહેશે તેમજ મંજૂર થયેલ પ્રાેજેકટ સંલગ્ન ગુજરેરા દ્વારા સ્વીકારેલ દસ્તાવેજો રજિસ્ટ્રેશન થવા સાથષ જ રેરા પોર્ટલ ઉપર યોગ્ય સ્વરૂપે ઉપલબ્ધ થશે.

7. ભવિષ્યમાં રેરા પોટ્રલ ઉપર ચકાસણીની પૂર્તતા સીધી જ પોર્ટલના માધ્યમથી એટલે કે અલગથી ઈ-મેલ વાપરવાની આવશ્યકતા સિવાય કરી શકાય તેવી સંપૂર્ણ આેનલાઈન પધ્ધતિ ગુજરાત રેરા દ્વારા અમલમાં મુકવા માટેની કાર્યવાહી પ્રગતિમાં છે.

8. વધુમાં ગુજરાત રેરા આેથોરિટીમાં રજિસ્ટર્ડ પ્રાેજકેટના રેરા બેન્ક એકાઉન્ટના બદલાવ સંબંધિત આેથોરિટીની પૂર્વ મંજૂરી મેળવવા માટેની પ્રક્રિયા ઈ-આેફિસ અન્વયે ‘પ્રમોટર લોગ-ઈન’ હેઠળ ઉપલબ્ધ કરવામાં આવેલ છે. રેરા બેિન્કગ ડાયરેકશન-2018ના સંપૂર્ણ કમ્પ્લાયન્સની જવાબદારી રજિસ્ટર્ડ પ્રાેજેકટના પ્રમોટર છે અને તે માટે ઈ-આેફિસ અન્વયેની વ્યવસ્થાનો ઉપયોગ કરી રેરા બેન્ક એકાઉન્ટ ચેન્જ આેથોરિટીની પૂર્વમંજૂરી અન્વયે જ કરવાનો રહે છે.

આમ, તા.6-12-2018થી ગુજરાત રેરા પોર્ટલ ઉપર પ્રાેજેકટ રજિસ્ટ્રેશન એિપ્લકેશન કરનાર પ્રમોટરે તથા પ્રાેજેકટ પ્રાેફેનશલે ઉપરોકત પ્રક્રિયાલક્ષી બદલાવોને ધ્યાને લઈ યોગ્ય સ્વરૂપે આેનલાઈન પ્રાેજેકટ એિપ્લકેશન સબમીટ કરીને ગુજરાત રેરા દ્વારા ‘ઈઝ આેફ ડુઇંગ બિઝનેસ’ની વિભાવનાને સાકાર કરવા માટે અપેક્ષિત સહકાર આપવા પરિપત્રના અંતમાં અનુરોધ કરાયો છે.

Comments

comments

VOTING POLL