બિહારના પૂર્વ મંત્રી મંજુ વર્મા સામે FIR: મોટા માથાના નામ ખુલશે

August 20, 2018 at 11:04 am


Spread the love

બિહારના મુજફફરપુર શેલ્ટર હોમનાં કન્યાઆે સાથેના દુષ્ર્મના કેસમાં સીબીઆઈએ પાડેલા દરોડા દરમિયાન બિહારના પૂર્વ મંત્રી મંજુ વમાર્ના ઘરેથી કારતુસ-શસ્ત્રાે મળ્યા હતા.

આ અંગે સીબીઆઈ દ્વારા આમ્ર્સ એકટ હેઠળ પૂર્વ મંત્રી મંજુ વમાર્ અને તેના પતિ સામે ગુનો દાખલ કર્યો છે.

ગત 17મી આેગસ્ટના રોજ સીબીઆઈએ મંજુ વમાર્ના ઘર સહિત 12 જેટલા સ્થળો પર દરોડા પાડયાહતા. આ દરમિયાન મંજુ વમાર્ના ઘરેથી શસ્ત્રાે અને કારતુસ મળી આવ્યા હતા.

શેલ્ટર હોમ કેસનો મુખ્ય આરોપી બ્રિજેશ ઠાકુર છે અને તે જ મુખ્ય દલાલ છે. તેની સાથે બીજા એક પૂર્વ મંત્રી દામોદર રાવતના કનેકશનની તપાસ પણ થઈ છે.

રાવતની સીબીઆઈએ પાંચ કલાક સુધી પૂછતાછ કરી હતી. બિહારની સરકાર પણ બ્રિજેશ ઠાકુર સાથે સંબંધો ધરાવે છે તેવો આક્ષેપ થયો છે.

મંજુ વર્મા અને તેના પતિ સામે હવે આમ્ર્સ એકટ હેઠળ ગુનો દાખલ થયો છે અને હજુ પણ કેસમાં બીજા મોટા માથાઆેની ધરપકડો તોળાઈ રહી છે.