બિહારમાં પાંચ અને પચ્છિમ બંગાળમાં ત્રણ બેઠક પર આજે ચૂંટણીમાં મતદાન

April 18, 2019 at 11:39 am


બિહાર અને પશ્ર્ચિમ બંગાળમાં આજે બીજા તબક્કાની ચૂંટણીમાં અનુક્રમે પાંચ અને ત્રણ બેઠક પર મતદાન થઈ રહ્યું છે. બિહારની પાંચ બેઠકો મુખ્ય પ્રધાન નીતિશકુમાર (જેડી-યુ) માટે મહત્ત્વની સાબિત થઈ શકે તેમ છે.

પુર્નિયા, જ્યાં ગયા વર્ષે ભાજપ જીત્યું હતું તે સહિત ભાગલાપુર, બાનકા, કિશનગંજ, કતિહાર, કુશાવાહાનો સમાવેશ થાય છે. પાંચ બેઠક માટે કુલ 68 ઉમેદવાર છે અને 86 લાખ મતદાર તેમનું ભાવિ આજે ઈવીએમમાં કેદ કરશે.
પુર્નિયામાં સંતોષ કુમાર કુશાવાહ (જેડીયુ) કોંગ્રેસના ઉદય સિંહ સામે લડી રહ્યા છે. સિંહ પણ 2009 સુધી ભાજપમાં હતા, પરંતુ જેડીયુને ભાજપ વધારે બેઠકો આપતી હોવાની ફરિયાદ સાથે તેમણે પક્ષ છોડ્યો હતો. કતિહારથી ભૂતપૂર્વ પ્રધાન તારીક અનવર કોંગ્રેસની બેઠક પર લડી રહ્યા છે. તેમની સામે જેડીયુના દુલાલ ચંદ્રા ગોસ્વામી લડી રહ્યા છે.

અનવર માટે આ પ્રતિષ્ઠાનો સવાલ છે. નીતિશકુમારે ભાજપ સાથે ફરી યુતિ કરતા તેમનો પક્ષ એનડીએના ભાગ તરીકે લડી રહ્યો છે.
2014માં આ તમામ બેઠકો પરથી ભાજપ એકલી લડી હતી અને એક પણ બેઠક પર વિજય મેળવી શકી ન હતી.

Comments

comments

VOTING POLL