બિહાર અને પશ્ચિમ બંગાળમાં ભૂકંપનો 5.6નો તીવ્ર ઝટકોઃ ભયનું લખલખું

September 12, 2018 at 11:57 am


આજે સવારે પશ્ચિમ બંગાળ અને બિહારમાં ભૂકંપના તીવ્ર ઝાટકા અનુભવાતાં ભયનું લખલખું પ્રસરી ગયું હતું. પશ્ચિમ બંગાળના કોલકત્તા, માલદા, જલપાઈગુડી, સીલીગુડી, અલીદ્વારપુરમાં ભૂકંપના ઝાટકા આવ્યા હતાં તો બિહારના કટિહાર અને અરરિયામાં ઝાટકા આવતાં લોકોના શ્વાસ અધ્ધર ચડી ગયા હતા.
ભૂકંપના ઝાટકા 25થી 30 સેકન્ડ સુધી યથાવત રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભૂકંપને કારણે જાનહાનીના કોઈ અહેવાલ નથી.
જો કે ઝાટકા તીવ્ર હોય ઈમારતો અને મકાનોમાં તીરાડ પડી જવા પામી હતી. ભૂકંપના ઝટકાની તીવ્રતા 3થી 4 રિક્ટર સ્કેલ નાેંધાઈ હતી. બિહારના કટિહાર, અરરિયા ઉપરાંત મુંગેર, બેગુસરાય સહિતના ગામોમાં પણ ભૂકંપ આવતાં લોકોમાં ભય છવાઈ ગયો હતો અને ઝટકાને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં.
જ્યારે પશ્ચિમ બંગાળના પણ અનેક શહેરોમાં સવાર સવારમાં જ ભૂકંપ આવતાં જનજીવન ખોરવાયું હતું.

Comments

comments

VOTING POLL