બિહાર : ખાસ તાવના કારણે મોતનો આંકડો ૫૪ થયો છે

June 14, 2019 at 7:47 pm


બિહારના મુજફ્ફરપુરમાં શંકાસ્પદ એક્યુટ ઇન્સેફ્લાઇટિસ સિન્ડ્રોમના કારણે મોતનો આંકડો વઘીને ૫૪ ઉપર પહોંચી ગઇ છે. મુજ્જફરપુર જિલ્લાના શ્રીકૃષ્ણ મેડિકલ કોલેજ એન્ડ હોÂસ્પટલમાં મોતનો આંકડો વધીને ૪૬ ઉપર પહોંચી ગયો છે. આવી જ રીતે કેજરીવાલ માતૃ સદનમાં આઠ બાળકોના મોત થયા છે. આની સાથે જ મોતનો આંકડો વધીને ૫૪ ઉપર પહોંચી ગયો છે. આ વર્ષે જાન્યુઆરીથી કુલ ૧૭૯ શંકાસ્પદ એઆઇએસના મામલા સપાટી પર આવ્યા છે. આરોગ્ય નિષ્ણાંતોની સાત સભ્યોની ટીમ કેન્દ્રની બિહારમાં પહોંચી ગઇ છે.પોષણની કમીના કારણે શરીરમાં શુગર લેવલનુ પ્રમાણ ઘટી ગયુ છે.મુજફ્ફરપુરના કૃષ્ણા મેડિકલ કોલેજના કેટલાક દર્દીઓ સારવાર હેઠળ છે.

તમામની હાલત ગંભીર છે. તમામ દર્દીઓને તબીબોની બાજ નજર હેઠળ રાખવામાં આવ્યા છે. મેડિકલ કોલેજના પ્રભારી સુનિલ શાહીએ કહ્યુ છે કે જાન્યુઆરીથી લઇને બીજી જુન વચ્ચેના ગાળામાં ૧૨ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી જુનથી હજુ સુધી ૮૬ દર્દી હોÂસ્પટલમાં સારવાર હેઠળ ખસેડી દેવામાં આવ્યા છે. કેટલાક બાળકોને હજુ પણ તેજ તાવની અસર છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઇને સાત સભ્યોની કેન્દ્રિય ટીમ મુજફ્ફરપુર ખાતે પહોંચી ચુકી છે. કેન્દ્રિય દળો સ્થાનિક તબીબોની સાથે મળીને જુદા જુદા પાસામાં તપાસ કરવામાં વ્યસ્ત છે. દરમિયાન રાજ્ય સરકારે રાજ્યના ૧૨ જિલ્લામાં ૨૨૨ પ્રાઇમરી હેલ્થ સેન્ટરોને એલર્ટ કરી દીધા છે. સાથે સાથે અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તેઓ દર્દીઓની સારવાર માટે કોઇ લાપરવાહી ન રાખે. કારણ કે બાળકોની તબિયત ખરાબ થઇ રહી છે. અસરગ્રસ્ત બાળકોના સંબંધમાં માહિતી આપતા કહેવામાં આવ્યુ છે કે પહેલા આ બાળકોને તાવની અસર રહી હતી. ત્યારબાદ બાળકો બેભાન થઇ રહ્યા હતા. તીવ્ર ગરમીના કારણે બાળકોની હાલત ખરાબ થઇ હોવાના હેવાલ મળ્યા છે. બિહાર સરકાર તરફથી પણ એક ટીમ મુઝફ્ફરપુર પહોંચી ચુકી છે. પોલીસ અધિકારીઓ અને બિહારના પ્રધાન સચિવ સંજય કુમારે કહ્યું છે કે, પ્રાયમરી હેલ્થ સેન્ટરોની ચકાસણી કરવામાં આવી રહી છે. રોગ નિષ્ણાત તબીબોની મદદ લેવામાં આવી રહી છે. હજુ સુધી બિમાર બાળકોની સારવાર લક્ષણોને નિહાળ્યા બાદ કરાઇ રહી છે.

Comments

comments

VOTING POLL