બીએસએનએલ પછી હવે પોસ્ટ વિભાગ પણ મુશ્કેલીમાં: ૧૫,૦૦૦ કરોડ રૂપિયાની ખોટ

April 17, 2019 at 10:45 am


હવે સરકારી કંપની ઈન્ડિયા પોસ્ટના નુકસાને બીએસએનએલ અને એર ઈન્ડિયાને પણ પાછળ છોડી દીધા છે. નાણાકીય વર્ષ ૨૦૧૮–૧૯ માં ઈન્ડિયા પોસ્ટને કુલ ૧૫,૦૦૦ કરોડ પિયાની ખોટ થઈ છે. છેલ્લાં ત્રણ વર્ષમાં ઈન્ડિયા પોસ્ટની ખોટ વધીને ૧૫૦ ટકાનો વધારો થયો છે. હવે આ સૌથી વધારે ખોટવાળી સરકારી કંપની બની ગઈ છે.

આ ખોટના કારણે કર્મચારીઓને વેતન અને અન્ય ભથ્થાં આપવા માટે થનારા ખર્ચને જણાવવામાં આવી રહ્યો છે. પોસ્ટને પોતાના વાર્ષિક રાજસ્વનો ૯૦ ટકા જેટલો ભાગ ખર્ય કરવો પડે છે. ખોટ માટે બદનામ અન્ય સરકારી કંપનીઓ જેવી કે બીએસએનએલને નાણાકિય વર્ષ ૨૦૧૮–૧૯માં ૭૫૦૦ કરોડ પિયા અને એર ઈન્ડિયાને નાણાકિય વર્ષ ૨૦૧૭–૧૮માં ૫,૩૩૭ કરોડ પિયાની ખોટ થઈ હતી.

પોસ્ટને નાણાકીય વર્ષ ૨૦૧૮–૧૯ માં ૧૮,૦૦૦ કરોડ પિયાનું રાજસ્વ પ્રા થયું હતું યારે તેને વેતન અને ભથ્થામાં ૧૬,૬૨૦ કરોડ પિયા ખર્ચ કરવા પડા હતા. આ સિવાય બીએસએનએલને પેન્શન પર આશરે ૯,૭૮૨ કરોડ પિયા ખર્ચ કરવા પડાં હતાં એટલે કે તેનો કુલ કર્મચારીઓમાં થતો ખર્ચ વાર્ષિક ૨૬,૪૦૦ કરોડ સુધી પહોંચી ગયો હતો.

કંપનીનું અનુમાન છે કે નાણાકિય વર્ષ ૨૦૨૦માં વેતન અને ભથ્થાઓ પર ખર્ચ ૧૭,૪૫૧ કરોડ પિયા અને પેન્શન પર ખર્ચ ૧૦,૨૭૧ કરોડ પિયા રહેશે. તો આ દરમિયાન આવક માત્ર ૧૯,૨૦૩ કરોડ પિયા રહેવાનું અનુમાન છે. આનાથી સ્પષ્ટ્ર થાય છે કે આગળ વધીને કંપનીની સ્થિતી વધારે ખરાબ રહેશે.
ઉત્પાદ ખર્ચ અને કીંમત તેમજ પારંપરિક પોસ્ટ સુવિધાઓની તુલનામાં વધારે સસ્તા અને તેજ વિકલ્પ ઉપ્લબ્ધ હોવાના કારણે ઈન્ડિયા પોસ્ટના પર્ફેાર્મન્સ સુધારવા અને તેની આવક વધારવા માટે કરવામાં આવતા પ્રયત્નો નિષ્ફળ રહે છે. આ સીવાય ઉત્પાદનોની કીંમત વધારવા સીવાય કંપની પોતાના ૪.૩૩ લાખ કામદારો અને ૧.૫૬ લાખ પોસ્ટ ઓફિસના નેટવર્કના દમ પર ઈ–કોમર્સ અને અન્ય વેલ્યૂ એડેડ સર્વિસીઝમાં શકયતાઓ શોધી શકે છે.

ઈન્ડિયા પોસ્ટ પોતાના દરેક પોસ્ટ કાર્ડ પર ૧૨.૧૫ પિયા ખર્ચ કરે છે પરંતુ તેને માત્ર ખર્ચના ૪ ટકા જ પૈસા મળે છે. સરેરાશ પાર્સલ સેવાનો ખર્ચ ૮૯.૨૩ પિયા છે પરંતુ કંપનીને તેનો માત્ર અડધો જ ભાગ મળે છે. બુક પોસ્ટ, સ્પીડ પોસ્ટ અને રજિસ્ટ્રેશન સાથે આવું જ થાય છે

Comments

comments