બીએસ-6નો નિયમ અમલી થયા બાદ નાની ડીઝલ કારમાં 33 ટકાનો થશે વધારો

May 20, 2019 at 10:35 am


દેશભરમાં વાહનોના રજિસ્ટ્રેશન માટે આવતાં વર્ષે 1લી એપ્રિલથી અનિવાર્ય થનારા ભારત સ્ટેજ (બીએસ-6)ને કારણે નાની ડીઝલ કાર 33 ટકા મોંઘી બની શકે છે.

વાહન નિમર્તિા કંપ્નીના સંગઠન સિયામના ડાયરેક્ટર વિષ્ણુ માથુરના જણાવ્યા મુજબ નાની ડીઝલ કારમાં જો બીએસ-4ની જગ્યાએ બીએસ-6 એન્જીક લગાવવાથીકિંમતમાં એક લાખનો વધારો થાય તો ત્રણ લાખ પિયાની કારના ગ્રાહકને આ અંતર વધુ લાગશે. આવું એટલા માટે કેમ કે કિંમતમાં 33 ટકાનો વધારો થઈ જશે. બીજી બાજુ 10 લાખ પિયાની કારના ગ્રાહક માટે કિંમત 10 ટકા વધશે.

ઓટો નિષ્ણાતોના જણાવ્યા મુજબ બીએસ-6 ધોરણ લાગુ થવાથી તમામ ગાડીઓની કિંમતો પર અસર પડશે જેના કારણે બીએસ-6 એકમ માટે વાહનોના એન્જીનમાં જરી ફેરફાર કરવા પડશે જેનાથી કંપ્નીઓના ખર્ચમાં વધારો થશે. આ કારણથી ગ્રાહકોના ખીસ્સા પર ભાર આવશે.

જો કે પરિવહન નિષ્ણાતોના જણાવ્યા મુજબ બીએસ-6 વાહનમાં હવામાં પ્રદૂષણના કણ 0.05થી ઘટીને 0.01 સુધી રહેશે એટલે કે બીએસ-6 વાહન અને બીએસ-6 પેટ્રોલ-ડીઝલ થવા પર પ્રદૂષણમાં 75 ટકા સુધીનો ઘટાડો આવશે.

Comments

comments

VOTING POLL