‘બીગ બોસ’ આ બે નવા શોને ભરખી જશે કે શું ?

July 20, 2019 at 11:38 am


‘બિગ બોસ ૧૩’ શરૂ થવાની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે બિગ બોસના પ્રસારણ સમયમાં બદલાવ કરવાની વાતચીત સાંભળવા મળી છે. સાંભળવામાં આવ્યું છે કે, કોઈ કારણો સર કલર્સની ૨ સીરીયલ સમાપ્ત થવા જઈ રહી છે. ત્યારે તે સમયે ‘બીગ બોસ ૧૩’ આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ ‘બિગ બોસ 13’ના નિર્માતા અને કલર્સે આ વખતે રોજ 10થી 11 વાગ્યા સુધી રિયાલિટી શો પ્રસારિત કરવાનો નિર્ણય કર્યો છે. ગયા વર્ષે તેને 9 વાગ્યે પ્રસારિત કરવામાં આવતો હતો. જોકે વિકેન્ડમાં 10.30 વાગે આ શો આવતો હતો. આ વખતે રોજ આ શો 10થી 11ની વચ્ચે આવશે.

આ વખતે ‘બિગ બોસ 13’ બે શોની જગ્યા લઈ રહ્યો છે. ‘બેપનાહ પ્યાર’ અને ‘વિષ એક ઝહરીલી કહાની’ આ બે શો પર ખતરો છે. જ્યાં ‘બેપનાહ પ્યાર’ રાતે 10 વાગે પ્રસારિત કરવામાં આવે છે અને ‘વિષ એક ઝ્હરેલી કહાની’ 10:30 વાગે પ્રસારિત કરવામાં આવે છે. તેમાં રસપ્રદ વાત એ છે કે બન્ને શો હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યા છે. 3 જૂને બેપનાહ પ્યાર અને 10 જૂને વિષનો પહેલો એપિસોડ હતો. આ વચ્ચે બિગ બોસની આગામી સિઝનને લઈને ઘણી અફવા અને અટકળો લગાવવામાં આવી રહી છે. આ સિઝનના હોસ્ટ સલમાન ખાન હશે. જોકે એવું પણ સાંભળવા મળ્યું છે કે સલમાન સાથે બીજા એક હોસ્ટ પણ હશે. ત્યારે જોવાનું એ રહેશે કે શું આ બંને શોને ભરખી જશે બીગ બોસ ?

Comments

comments

VOTING POLL