બીજા ઘરની ખરીદી માટે જીપીએફ માંથી પૈસા નહી ઉપાડી શકાય

July 19, 2019 at 10:56 am


Spread the love

કેન્દ્ર સરકારે કહ્યું કે સરકારી કર્મચારી બીજા મકાન, ફ્લેટ માટે હવે જીપીએફમાંથી પૈસા ઉપાડી શકશે નહી. આ નિયમ પહેલાંથી જ અમલી છે અને સરકાર તેમાં કોઈ ફેરફાર કરવા માગતી નથી.

મંત્રી જીતેન્દ્રસિંહે લોકસભામાં સ્પષ્ટ કર્યું કે સરકાર પાસે આ પ્રકારનો કોઈ પ્રસ્તાવ આવ્યો નથી. તેમણે કહ્યું કે જો કોઈ સરકારી કર્મચારીએ ઘર, ઈમારત અથવા ફ્લેટની ખરીદી માટે જીપીએફમાંથી પહેલાંથી જ પૈસા ઉપાડી લીધા હશે તો બીજા ઘર માટે તે પૈસા ઉપાડી શકશે નહી. કર્મચારી સંગઠનો તરફથી માગ કરવામાં આવી રહી હતી કે જીપીએફના નિયમોમાં સરકાર રાહત આપે જેથી કર્મચારી બીજા ઘર અથવા અન્ય જરૂરિયાત માટે આ નાણાંનો ઉપયોગ કરી શકે.

જીતેન્દ્રસિંહે ઉમેર્યું કે જનરલ પ્રાેવિડેન્ટ ફંડ નિયમ અનુસાર પહેલાં ઘરની ખરીદી માટે કોઈ પણ કર્મચારી 90 ટકા જીપીએફની રકમ ઉપાડી શકે છે. આ પૈસાથી નિમાર્ણાધીન અથવા તૈયાર ઘર ખરીદી શકાય છે. નિષ્ણાતોએ કહ્યું કે જો જીપીએફમાં બીજા ઘર માટે છૂટ આપવામાં આવે છે તો ઈપીએફઆે અને અન્ય ભવિષ્ય નિધિ યોજનાઆે તરફથી પણ આ પ્રકારની રાહતની માગ ઉઠી શકે છે.