બીજી બધી બબાલો પડતી મુકીને માેંઘવારીને દૂર કરવા તરફ સરકાર ગંભીરતા કેળવે તો જ કોમનમેનને નિંદર આવશે

April 24, 2018 at 10:26 am


પેટ્રાેલ અને ડિઝલ હવે એવું લાગે છે કે આપણા કમનસીબ દેશની ભોળી જનતાના દુશ્મન બની ગયા છે. આમ પણ જેના વગર ચાલતું નથી તે વધારે ભાવ ખાય છે. આ સિધ્ધાંત મુજબ પેટ્રાેલ ડિઝલનો ભાવ એટલો બધો ભડકી ઉઠયો છે કે આટલી ઉંચી સપાટી આજ સુધી કયારેય જોવા મળી નથી. ખાસ કરીને ડિઝલના ભયંકર ભાવ વધારાને પગલે માેંઘવારી ભડકી છે અને લોકોનું જીવન વધુ ચેલેન્જીંગ અને ટફ બની રહ્યું છે. દેશમાં નાની બાળાઆેને દુષ્કર્મનો શિકાર બનાવવામાં આવી રહી છે, મહિલાઆે પર અત્યાચારો વધી રહ્યા છે, ક્રાઈમ કુદકેને ભુસકે દરેક શહેરમાં વધી રહ્યું છે. રોજ સવારે આંખ ખુલે અને નવા પડકારો સામે આવીને ઉભા હોય છે. રૂંવાડા ઉભા થઈ જાય અને કાનના પડદા ફાટી જાય તેવી ભયંકર કંપારીજનક ઘટનાઆે અખબારોના પાને વાંચવી પડે છે.

દેશની જનતાની કમનસીબી એ છે કે માેંઘવારી નામનો રાક્ષસ તેને કેદ કરીને બેઠો છે અને આપણા નેતાઆે તાલી પાડી રહ્યા છે અને પોત પોતાની મસ્તીમાં ગુલતાન છે. રિઝર્વ બેન્ક આેફ ઈન્ડિયા હવે તો વ્યાજદર પણ વધારશે તેવો સંકેત મળી જ ગયો છે. સામાન્ય મોનસુન જો રહ્યું તો તેની માઠી અસર થશે. કારણકે સામાન્ય વરસાદથી તો ગ્રામીણ ક્ષેત્રમાં ઉલટાની ડિમાન્ડ વધશે અને ભાવ ભડકે બળશે. ઉત્પાદનમાં કાપ મુકાવાથી ખાÛતેલની કિંમતોમાં અને ક્રૂડના ભાવવધારાથી દરેક ચીજમાં ઉછાળો આવી ગયો છે. રાજયના કર્મચારીઆેના વેતન અને ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે અને તેના લીધે કેન્દ્ર સરકારની તેમજ તમામ રાજય સરકારોની તિજોરીઆે પર જનોઈવઢ ઘા થયો છે. બીજી બાજુ સૌથી વધુ ચિંતાની વાત એ છે કે રાજકોષીય ખાધનું લક્ષ્ય અધિક રહ્યું છે અને હજુ પણ માેંઘવારી ભુકકા કાઢવાની છે અને તેની ટકાવારી 6 થઈ જવાની છે. ક્રૂડનો ભાવ અત્યારે 80 ડોલર પ્રતિ બેરલ છે અને તે વધીને 100 ડોલર પર પહાેંચી જશે. આવી સ્થિતિમાં રિઝર્વ બેન્ક આેફ ઈન્ડિયા વ્યાજદર વધારી દેશે તો હોમલોન, આેટોલોન સહિત તમામના ઈએમઆઈમાં વધારો થવાનો જ છે. બીજી બાજુ વધી રહેલા એનપીએને લીધે સરકારી બેન્કો પહેલાથી જ દબાણમાં છે. આમ દેશનું અર્થતંત્ર જાણે ચારેકોરથી ઘેરાઈ ગયું હોય તેવું બિહામણું ચિત્ર અત્યારે ઉપસી રહ્યું છે. વિકાસદરમાં અસ્થિરતા છે એ જ રીતે વૈશ્વિક વ્યાપારના સ્તર પર પણ ભયંકર અસ્થિરતા પ્રવત} રહી છે અને આવી સ્થિતિમાં તટસ્થ રહેવાને બદલે રિઝર્વ બેન્કે છૂટછાટો પર ફરીવાર વિચાર કરવો પડશે. ક્રૂડના ઉંચે જઈ રહેલા ભાવ અને ન્ય કારણોથી માેંઘવારી આગામી દિવસોમાં વધુ ભયાવહ સ્વરૂપ ધારણ કરવાની છે તેવી આગાહી પણ આર્થિક નિષ્ણાતોએ કરી છે અને આરબીઆઈના ડેપ્યુટી ગવર્નરે પણ કરી છે. માેંઘવારીનો દર જુન સુધીમાં 6 ટકાની સપાટી પર પહાેંચી જશે અને દેશની આમજનતા વધુ ભીસમાં આવશે. નાના મોટા વેપારીઆે વધુ દબાશે. નોટોનો સંગ્રહ કરી લેનારા હરામખોરો મન ફાવે એટલી બેઈમાની કરીને કૌભાંડો કરશે અને ગરીબ વધુ ગરીબ થતો જશે. આખી સાઈકલ જ એવી રીતે ગોઠવાઈ ગઈ છે કે આ દેશનો સામાન્યજન કયારેય રસોડાની ફાઈટીગમાંથી ઉંચો આવવાનો જ નથી. બે વર્ગ કે બે સંપ્રદાય વચ્ચે વૈમનસ્ય પેદા કરાવીને અથવા તો ઈરાદાપૂર્વક વાતાવરણ બગાડીને માેંઘવારી તરફથી લોકોનું ધ્યાન હટાવવાના કાવતરા સાથે રાજકારણીઆેના શેતાની ખેલ ચાલુ રહેવાના છે.

પેટ્રાેલ-ડિઝલનો ભાવવધારો દરેક ઘરને નડી રહ્યાે છે અને એમના રસોડાના બજેટને વેરણ છેરણ કરી રહ્યાે છે. ડિઝલના ભાવ વધારાથી માેંઘવારીની આગ વધુ ભડકી છે અને પરિવહન માેંઘુ થતાં અનાજ, ફળ, શાકભાજી સહિત દરેક ચીજ માેંઘી થઈ છે અને દૂધનો ભાવ તો પહેલેથી જ વધારી દેવામાં આવ્યો છે. રાંધણગેસના સિલીન્ડર પણ કંઈ સસ્તા મળતા નથી. કેરોસીન સસ્તુ મળતું નથી. શિક્ષણની ફી કયાંય હળવી નથી. કોઈપણ રીતે સામાન્યજનનું ઘરનું બજેટ ગુલાબી બનતું નથી બલ્કે બે છેડા ભેગા કરવામાં જ એમનું આખુ જીવન પસાર થઈ રહ્યું છે અને બીજી બાજુ નોટોના સંગ્રહખોરો હરામખોરો આ દેશને બરબાદ કરીને પોતે વધુને વધુ માલેતુજાર બનવાની હવસમાં આળોટી રહ્યા છે અને ખાસ કરીને વીવીઆઈપીઆે અને બિઝનેસમેનોએ ટોચ લેવલના રાજકારણીઆે સાથે ટાઈઅપ કરીને સેંકડો બેન્કોને ધુંબા મારી દીધા છે અને અબજો રૂપિયા બેન્કોના સલવાયેલા પડયા છે. કોઈ બાબત એવી નથી કે જે સારી લાગે તો પછી દેશનું અર્થતંત્ર ફુલગુલાબી કેવી રીતે બનશે અને જનતાની જીંદગી સરળ કેવી રીતે બનશેં તેવો પ્રñ ઘરે ઘરમાંથી ઉઠી રહ્યાે છે પરંતુ તેને સાંભળનાર કોઈ નથી. ઉપર જણાવ્યું તેમ રાજકારણીઆે આ તમામ ચેલેન્જોને ભુલાવવા માટે લોકોને ગેરમાર્ગે દોરે છે અને કોમી હિંસા તરફ લઈ જાય છે અથવા એવંુ વાતાવરણ પેદા કરી નાખે છે અને એમ કરીને મુળ સમસ્યાથી લોકોનું ધ્યાન બીજે દોરવાનો પાપાચાર એમણે આચર્યો છે. શેતાન પણ જે કામ ન કરે એ કામ આ ધોળા ઝબ્બાવાળા કરી રહ્યા છે. અર્થતંત્રના નિષ્ણાતો અત્યારે નિરાશ અવસ્થામાં દેખાઈ રહ્યા છે. સરકારે માેંઘવારી ઘટાડવી જ પડશે તેમાં હવે નહી ચાલે. વડાપ્રધાને આ દિશામાં ગંભીરતાથી લક્ષ્ય આપવું પડશે. બીજી બધી બબાલો પડતી મુકીને ગરીબો તરફ એમણે ગંભીરતાથી વિચારવું પડશે. બ્રિટનમાં એમણે કહ્યું હતું કે મેં તો ગરીબી જોઈ છે અને આવું તેઆે વારંવાર બોલી ચુકયા છે તો પછી હિન્દુસ્તાનના ગરીબોની હાલત તેઆે કેમ સુધારી શકતા નથીં તેવો પ્રñ પણ અસ્થાને નથી.

Comments

comments

VOTING POLL