બુકીબજારમાં જીતવા માટે ટીમ ઈન્ડિયા ફેવરિટ

November 7, 2019 at 4:25 pm


Spread the love

આજે રાજકોટમાં ભારત-બાંગ્લાદેશ વચ્ચે રોમાંચક ટી-20 મુકાબલો રમાવાનો છે ત્યારે બુકીબજારમાં પણ આ મેચ ઉપર ખેલી લેવા માટે પંટરો અને બુકીઆે સજ્જ બની ગયા છે. બુકીબજારમાં આજે ટીમ ઈન્ડિયાને જીત માટે ફેવરિટ ગણવામાં આવી રહી છે અને તેનો ભાવ 18-19 પૈસા ભાવ ખોલવામાં આવ્યો છે. જો કે બીજી બાજુ બાંગ્લાદેશ ઉલટફેર કરે તો અનેક પંટરો અને બુકીના સુપડા સાફ થઈ જશે તેમાં પણ શંકાને કોઈ સ્થાન નથી. દરમિયાન બુકીઆે પણ વરસાદ ઉપર મીટ માંડીને બેઠા છે કેમ કે વરસાદની આગાહીને કારણે એડવાન્સ સોદા લેવા કે નહી તેની મુંઝવણ અનુભવાઈ રહી છે.
બીજી બાજુ બાંગ્લાદેશનો ભાવ 1.75થી 2 રૂપિયા ખોલવામાં આવ્યો છે. આ ઉપરાંત રનફેરનું સેશન પણ મોટા પ્રમાણમાં રમાશે. એક બુકીના જણાવ્યા અનુસાર બુકીઆે અત્યારે વરસાદ ઉપર મીટ માંડીને બેઠા છે કેમ કે જો વરસાદ પડે તો ‘એબેડન’ કે જેમાં એડવાન્સ લંબી મતલબ કે પહેલી બેટિંગ કરનારી ટીમનો કુલ સ્કોરનો સોદો લેવામાં આવે છે. જો વરસાદ પડે અને આેવર ઘટે તો એડવાન્સ સોદા ફેઈલ થઈ જાય તેમ હોય તેથી પંટરો અને બુકીઆે બન્ને આકાશ તરફ મીટ માંડીને બેઠા છે.

એક વાત એ પણ નાેંધવી રહી કે દિલ્હીમાં ભારત-બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટી-20 મેચમાં પણ ભારત જીત માટે હોટફેવરિટ હતું અને છેવટ સુધી તેના ઉપર જ પંટરોએ પૈસા લગાવ્યા હતા પરંતુ છેલ્લે છેલ્લે બાંગ્લાદેશના મુશ્ફીકુર રહીમે બાજી પલટી નાખી જીત હાંસલ કરી લેતાં પંટરોને ઉંધે માથે રડવાનો વારો આવ્યો હતો. અમુક શાણા પંટરોએ બાંગ્લાદેશ ઉપર પણ મોટી રકમ લગાવી હોવાનું જાણવા મળે છે.