બુઢારમોરા છેડતી કેસમાં આરોપીને પ વર્ષની સજા

August 31, 2018 at 10:44 pm


અધિકસેશન્સ કોર્ટનાે ચુકાદો

અંજાર તાલુકાના બુઢારમોરા ગામમાં ત્રણ વર્ષ પહેલા બનેલા છેડતીના બનાવમાં અંજારની અધિક સેશન્સ કોટેૅ આરોપીને પાંચ વર્ષની સજા ફટકારી છે.

આ અંગેની મળતી વિગતાે મુજબ ભોગ બનનાર સગીરા ઘરે એકલી હતી ત્યારે પૈસા આપવાના બહાને આરોપી રાજેશ મનજી સથવારા રહે બુઢારમોરા તા. અંજાર ઘરે પ્રવેશી તેની એકલતાનાે લાભ લઈ છેડતી કરી હોવાની અંજાર પાેલીસ મથકે ફરીયાદ નાેંધાઈ હતી. જે અંગેનાે કેસ અંજારની કોર્ટમાં ચાલી જતાં આરોપીઆેને અલગ-અલગ ગુના હેઠળ અલગ-અલગ સજા ફટકારતાે ચુકાદો આપ્યો છે.

આ બનાવની વધુ મળતી વિગતાે મુજબ ભોગ બનનાર ભચાઉ સ્કૂલે ગઈ હતી ત્યાંથી પરત આવ્યા બાદ આરોપી તેના ઘરે નાણા આપવાના બહાને પહાેંચ્યો હતાે અને તેની છેડતી કરી હતી જે સંદભેૅ તેણે તેના પિતાને ફોન કરતા તેઆે ઘરે આવ્યા હતા અને બાદમાં તેની માતાને આ બનાવની જાણ કરતા અંજાર પાેલીસ મથકે ભોગ બનનારના પિતાએ આરોપી રાજેશ વિરૂદ્ધ ફરીયાદ નાેંધાવતા અંજાર પાેલીસે ઈપીકો કલમ 3પ4, પ06(ર) સહિતની કલમો હેઠળ ગુનાે નાેંધ્યો હતાે. આ અંગેનાે કેસ અંજાર અધિક સેશન્સ જજ ડી.એમ.પંચાલ સમક્ષ ચાલી જતાં ઈપીકો કલમ 3પ4 હેઠળ 3 વર્ષની સખત કેદની સજા અને 3 હજાર રૂપિયાનાે દંડ ઈપીકો 4પર હેઠળ ત્રણ વર્ષની સાદી કેદ અને ત્રણ હજારનાે દંડ તથા પ06(ર) મુજબ પાંચ વર્ષની સાદી કેદની સજા અને પાંચ હજારનાે દંડ ફટકાયોૅ છે. છેડતી પ્રકરણમાં અંજાર કોટેૅ પાંચ વર્ષની સજાનાે હુકમ કયોૅ છે.

Comments

comments

VOTING POLL