બુધવારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી

December 2, 2019 at 3:58 pm


Spread the love

અરબી સમુદ્રમાં દક્ષિણ-પૂર્વ દિશામાં લો પ્રેશર સજાર્યું છે અને આગામી 24 કલાકમા ડિપ્રેશનમાં પરિવતિર્ત થવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. દરિયામાં ઉંવેલી નવી સિસ્ટમ અને વાતાવરણમાં આવેલા પલટાને કારણે ડાંગ જિલ્લાના આહવા, વાપી, કપરાડા સહિતના વિસ્તારોમાં માવઠું થયું છે. દાહોદ જિલ્લાના સુખપુર માં માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલા પાકને વરસાદના કારણે ભારે નુકસાન થયું છે. ખેડૂતોને ઘઉંના પાકની ચિંતા બેસી ગઈ છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ તારીખ 4 ડિસેમ્બરથી બે દિવસ માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં માળઠાની પ્રબળ સંભાવના છે. દરિયામાં ઉંવેલી સિસ્ટમના કારણે 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની અને દરિયો તોફાની બનવાની શક્યતા હોવાના કારણે માછીમારોને દરિયામાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે. લો પ્રેસરની અસર લક્ષદીપના ટાપુ નજીક વધુ હોવાના કારણે તમિલનાડુપાેંડિચેરી, કેરલા અને લક્ષદ્વિપમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.