બુધવારે રાજકોટમાં ભાજપના સમર્થનમાં ક્ષત્રિય સમાજ દ્રારા સુરાષ્ટ્ર્ર નિર્માણ સંમેલન

April 15, 2019 at 4:35 pm


રાજકોટ: લોકસભાની આગામી ચૂંટણીના અનુસંધાને બુધવાર તા.૧૭ના રોજ રાજકોટમાં ભાજપના સમર્થનમાં ક્ષત્રિય સમાજ દ્રારા સુરાષ્ટ્ર્ર નિર્માણ સંમેલનનું આયોજન કરવામાં આવેલ હોવાનું ઠાકોર સાહેબ માંધાતાસિંહ મનોહરસિંહ જાડેજાની અખબારી યાદીમાં જણાવાયું છે.

લોકસભાની ચૂંટણીમાં ભાજપને તેમજ નરેન્દ્રભાઈ મોદીને પૂર્ણ બહુમતીથી વિજેતા બનાવી દેશનું સુકાન સક્ષમ, સમર્થ હાથમાં સોંપવા માટેનું આહવાન આ સંમેલનમાં કરવામાં આવશે. બુધવારે સાંજે ૭ વાગ્યે રણજીત વિલાસ પેલેસ ખાતે યોજાનારા આ સંમેલનની તડામાર તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે

Comments

comments

VOTING POLL