બુધેલમાં શિપબ્રેકર પર હુમલો કર્યા બાદ આરોપીઆે દેવગાણામાં સંતાયા હતા

December 2, 2019 at 3:09 pm


Spread the love

શહેર નજીકના બુધેલ ગામે ગત માસે શિપબ્રેકરો પર હુમલો કરવાના બનેલા બનાવ સિવાયના નોંધાયેલા અન્ય બે ગુનાઆેમાં નાસતા ફરતા આરોપીઆેને આશરો આપનાર અને તેને ભાગવાની સવલતો પુરી પાડનાર શખ્સને સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમે ઝડપી લીધો હતો.
બુધેલ ગામે ગત તા.13મીના રોજ કાર આેવરટેક કરવાના મામલે શિપબ્રેકરો અને કારના ચાલક પર હુમલો કરી લૂંટ ચલાવ્યાની ઘટનાના હાલ ફરાર બનેલ બુધેલ ગ્રામ પંચાયતના પૂર્વ અને વર્તમાન સરપંચ દાનશંગ મોરી અને ભવાનીસિંહ મોરી સહિતનાઆે વિરૂÙ વરતેજ પોલીસ મથકમાં નાેંધાયેલા અન્ય બે ગુનાઆેમાં નાસતા ફરતા આરોપીઆેને આશરો આપવા તેમજ તમામને ભાગી છુટવામાં તેની સવલતો પુરી પાડવાના મામલે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમે લાલભા ઉર્ફે વનરાજસિંહ ઉર્ફે લાલો મનુભાઇ હમજીભાઇ પરમાર (રે ઃ દેવગાણા, તા.સિહોર, જિ.ભાવનગર)ને ઝડપી લીધો હતો.