બેંકના 111માં સ્થાપના દિવસની પ્રજ્ઞાચક્ષુ બાળકો સાથે કરી ઉજવણી

July 21, 2018 at 12:05 pm


અખિલ ગુજરાત નેત્રહિન જાગૃત ટ્રસ્ટ-ભાવનગર અને કૃષ્ણકુમારસિંહજી ઉદ્યાેગ શાળાના સંયુક્ત ઉપક્રમે આયોજિત એક કાર્યક્રમમાં બેંક આેફ બરોડા 111માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 21 જરૂરિયાત મંદ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને અનાજ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શાળાના બાળકો માટે જુદી-જુદી કોિમ્પટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મ્યુઝીકલ ચેર, સર્કલ બોલ, અને ક્વિઝ જેવી સ્પર્ધાઆેનો સમાવેશ થાય છે. આ પ્રસંગે બેન્ક આેફ બરોડા મુખ્ય શાખાનાં એ.જી.એમ. આર. એન. બોકડે, જોઈન્ટ મેનેજર વિશાલકુમાર ખાસ ઉપિસ્થત રહ્યા હતા.બેંક આેફ બરોડાનાં 111માં સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલ વિવિધ સ્પર્ધાઆેનાં વિજેતા બાળકોને ઇનામ વિતરણ મહેમાનોનાં હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના સંચાલક લાભુભાઈ સોનાણીએ જણાવ્યું હતું કે, જો કોમશિર્યલ સંસ્થાઆે આવી જ રીતે વિકલાંગો માટે કાર્યરત સંસ્થાઆેને સહયોગ પૂરો પાડતી રહેશે તો, વિકલાંગોના સર્વાંગી વિકાસની આ સેવાયાત્રાને તિવ્ર ગતિથી આગળ ધપાવી શકાશે. આ ઉપરાંત તેઆેએ બેંકના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી શહેરની અન્ય કોમશિર્યલ સંસ્થાઆેને પણ આ સેવાયજ્ઞમાં જોડાવા અપીલ કરી હતી. મુખ્ય મહેમાન તરીકે ઉપિસ્થત આર. એન. બોકડેએ સંસ્થાની મુલાકાત લીધી હતી તેમજ પ્રજ્ઞાચક્ષુ બાળકોનાં શિક્ષણ વિષે માહિતી મેળવી સંસ્થાના જુદા-જુદા વિભાગોને નિહાળ્યા હતા. તેઆેએ પોતાના વક્તવ્યમાં પ્રજ્ઞાચક્ષુ બાળકોના સર્વાંગી વિકાસમાં હંમેશા સહકાર આપતા રહેશે તેમ જણાવી સંસ્થાની વિવિધ પ્રવૃિત્તઆેને બિરદાવી હતી.

Comments

comments