બેંક ઓફ બરોડાની 900 જેટલી શાખાઓ પર લટકતી તલવાર

May 20, 2019 at 10:41 am


જાહેર ક્ષેત્રની બેંક ઓફ બરોડા (બીઓબી), દેના બેંક અને વિજયા બેંકના વિલયને પગલે સંચાલન ક્ષમતામાં સુધારા માટે દેશભરમાં 800થી 900 શાખાઓને સ્ટ્રેટેજિક બનાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. બીઓબીમાં દેના બેંક અને વિજયા બેંકનો વિલય 1 એપ્રિલથી પ્રભાવમાં આવ્યો. બેંકના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, દેના અને વિજયા બેંકના બીઓબીમાં વિલય બાદ એક જ જગ્યાએ આ બેંકની શાખાઓ હોવાનો કોઈ અર્થ નથી.

અધિકારીએ કહ્યું કે, ઘણા એવા મામલા છે, જ્યાં ત્રણ બેંકોની શાખાઓ એક જ જગ્યાએ છે કે પછી એક જ બિલ્ડિંગમાં છે. એટલે, આ શાખાઓને બંધ કરવાની કે સ્ટ્રેટેજિક બનાવવાની જરૂરિયાત છે. બેંક તે અંતર્ગત કેટલીક શાખાઓને બીજી જગ્યાએ લઈ જઈ શકે છે અને કેટલાક મામલામાં તેને બંધ કરી શકે છે.

તે ઉપરાંત, વિલય થયેલી બેંકોના ક્ષેત્રીય તથા વિભાગીય ઓફિસોને પણ બંધ કરવાની જરૂર છે, કેમકે તેની જરૂર નથી. અધિકારીએ વધુમાં જણાવ્યું કે, બેંકોને દેસના પૂર્વ વિસ્તારમાં વિસ્તારની જરૂર છે. દક્ષિણ, પશ્વિમ અને ઉત્તર ભાગોમાં તેની મજબૂત હાજરી છે.

બે બેંકોના બેંક ઓફ બરોડામાં વિલય બાદ બીઓબી હવે એસબીઆઈ પછી બીજા નંબરની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક બની ગઈ છે. બેંકની શાખાઓની સંખ્યા 9,500થી વધારે, જ્યારે એટીએમ 13,400થી વધારે થઈ ગઈ છે. કર્મચારીઓની સંખ્યા 85,000 પહોંચી ગઈ છે, જે 12 કરોડ ગ્રાહકોને સેવાઓ આપી રહ્યા છે.

Comments

comments

VOTING POLL