‘બેટ્સમેન’ ને સજા જરુરી

July 4, 2019 at 9:10 am


રાજકારણમાં આવ્યા પછી પોતાને શહેનશાહ સમજનારા લોકોએ માઝા મૂકી છે.મત માંગતી વખતે ભાઈસાબ કરનારા આવા નઠારા રાજકારણીઆે હવે લોકોને જ તોબા પોકારાવે છે. મધ્યપ્રદેશના ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવગ}યએ જે કર્યું એ કદાપી ન થવું જોઈએ. આકાશ વિજયવગ}ય મધ્ય પ્રદેશ ભાજપના દિગ્ગજ નેતા ને હમણાં પશ્ચિમ બંગાળનો હવાલો જેમને અપાયો છે એ કૈલાસ વિજયવગ}યના સુપુત્ર છે. આકાશ મધ્ય પ્રદેશ વિધાનસભાના સભ્ય પણ છે ને પહેલી વાર ચૂંટાઈને ધારાસભ્ય બન્યા છે. કૈલાસ વિજયવગ}યનો દીકરો તેમનાથી ચાર ચાસણી ચઢે એવો સાબિત થયો છે.

ઇન્દોરમાં મહાપાલિકાના અધિકારી ગેરકાયદે કરાયેલાં દબાણો દૂર કરવા નીકળ્યા હતા ને પોતાની ફરજ બજાવતા હતા. આકાશલાલ બેટ લઈને નીકળી પડéા. પહેલાં અધિકારી સાથે જીભાદોડી કરી પણ અધિકારી ગાંઠéા નહી એટલે વિજયવગ}યે તેમને બેટથી ફટકાર્યા. આ બધું બન્યું એ વખતે પોલીસ પણ હાજર હતી પણ કોઈએ આ ધારાસભ્યને રોક્યા નહી ને અધિકારીની ધોલાઈ થતી રહી. આ ઘટનાનો કોઈએ વીડિયો ઉતારી લીધો ને એ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો ત્યારે બધાંને ધારાસભ્યના પરાક્રમની ખબર પડી.

આ ઘટના પછી નરેન્દ્ર મોદીએ ભાજપ સંસદીય દળની બેઠકમાં ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવગ}યની ગુંડાગીરી સામે જાહેરમાં બળાપો કાઢીને સુખદ આંચકો આપ્યો છે. . મોદીએ આક્રાેશ વ્યક્ત કર્યો કે, બેટા કિસી કા ભી હો, મનમાની નહી ચલેગી. મોદીએ તો આ રીતે વર્તનારા લોકોને ભાજપમાંથી તગેડી મૂકવા જોઈએ એવું પણ કહ્યું. એટલું જ નહી પણ જે લોકોએ આ ગુંડાગીરી કરનારાને વખાÎયો તેમને પણ લાત મારીને હાંકી કાઢવાની તરફેણ મોદીએ કરી છે.

રાજકારણીઆે પોતાને બધાંથી ઉપર ભલે માને પણ એ બધાંથી ઉપર નથી. તેમને મનમાની કરવાનો હક નથી ને મનમાની કરે તો પક્ષ એ નહી ચલાવી લે એ વાત મોદીએ સાબિત કરવી જોઈએ. આપણે ત્યાં ભય વિના પ્રીતિ છે જ નહી એ જોતાં મોદીએ ડંડો ચલાવવો જ પડે. બાકી આ રીતે મોદીએ પહેલાં પણ ઘણી વાર ભાજપના નેતાઆેના વર્તન સામે નારાજગી બતાવી જ છે પણ છતાં કશો ફરક નથી પડતો. મોદી કે અમિત શાહ ઠપકારે એટલે બે દાડા બધા સીધા ચાલે, પછી ઠેરના ઠેર. શેઠની શિખામણ ઝાંપા લગી માનીને બે દિવસ પછી બધા પાછા એ જ લવારા શરુ કરી દે.

Comments

comments