બેન્કના ડિફોલ્ટરોઃ ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળાં

January 29, 2019 at 9:00 pm


વિજય માલ્યા, મેહુલ ચોકસી અને નીરવ મોદી જેવા મોટા આર્થિક ગુનેગારોને દેશ છોડી ભાગી જતાં અટકાવવા વિલફૂલ ડિફોલ્ટરો અને કૌભાંડીઆેની સામે લૂકઆઉટ સક્ર્યુલરની વિનંતી કરી શકે એ માટે સરકારે હવે અસરકારક પગલાં ભર્યા છે પણ આ પણ આ પગલાં ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળાં મારવા સમાન લાગી રહ્યા છે. ગૃહ મંત્રાલયે સિરીયસ ફ્રાેડ ઇન્વેસ્ટીગેશન આેફિસને લૂકઆઉટ સક્ર્યુલરની વિનંતી માટે સત્તા આપી છે. જો તેમને શંકા જાય કે સંબંધીત વ્યિક્ત દેશ છોડી ભાગી જાય છે તો વિનંતી કરી શકશે.

મંત્રાલયે બે પરિપત્ર ઇસ્યુ કર્યા છે એક જાહેરક્ષેત્રની બેન્કોના ચીફ એક્ઝિક્યૂટિવ આેફિસરો અથવા ચેરમેન અને એમડીને સત્તા આપે છે અને બીજો પરિપત્ર સિરીયસ ફ્રાેડ ઇન્વેસ્ટીગેશન આેફિસને લૂકઆઉટ સક્ર્યુલરની વિનંતી માટે સત્તા આપે છે.

બેન્કોના ચેરમેન અને એમડી, સીઇઆે, ગૃહ મંત્રાલય, વિદેશ-મંત્રાલય, કસ્ટમ-આઇટી વિભાગ, ડીઆરઆઇ, સીબીઆઇ, પ્રાદેશિક પાસપોર્ટ આેફિસર અને પોલીસખાતાંને એલઆેસી ઇસ્યુ કરવા કહીને ચેકપોસ્ટ પર એલર્ટ કરીને કસૂરવારને દેશ છોડીને ભાગતો અટકાવી શકાશે. લૂકઆઉટ સક્ર્યુલરનો માન્ય સમયગાળો એક વર્ષનો રહેશે. વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસી મોટા કૌભાંડ કરીને દેશ છોડી ગયા બાદ સરકારે ઉપરોક્ત પગલું લીધું છે.

આ કૌભાંડકારો પૈકી મેહુલ ચોક્સીએ તો ભારતનો પાસપોર્ટ પણ સરન્ડર કરી દીધો છે અને એન્ટીગુઆની સિટિઝનશીપ મેળવી લીધી છે. હવે એન્ટીગુઆની સરકાર તેને ભારત જવા માટે મજબુર ન કરી શકે. આમ ભારતના પ્રયાસોને પહેલેથી જ ફટકો પડેલો જ છે.નિરવ મોદી પણ ભારત આવવા માંગતો નથી અને વિજય માલિયા ક્યારે આવશે તે કોઈ કહી શકે તેમ નથી. આવી સ્થિતિમાં સરકારની આ કવાયત કેટલી કારગત નીવડશે તે કહી શકાય નહી.

Comments

comments

VOTING POLL