બેન્કોના એનપીએમાં ઘટાડો, બેડ લોનની સ્થિતિ સુધરશે: સિબિલ

August 6, 2018 at 11:39 am


બેન્કો દ્વારા એનપીએની વહેલી આેળખ અને કંપનીઆેની સ્થિતિમાં સુધારાને કારણે છેલ્લા એક વર્ષમાં નવી એનપીએના પ્રવાહમાં ઘટાડો નાેંધાયો છે. સિબિલના ડેટા મુજબ બેન્કિંગ સિસ્ટમમાં બેડ લોનનાં વૃધ્ધિનું પ્રમાણ અટકી ગયું છે. માર્ચ 2018ના રોજ કુલ રૂા.54.2 લાખ કરોડની લોનમાંથી 19 ટકા અથવા રૂા.10.4 લાખ કરોડને એનપીએ જાહેર કરવામાં આવી છે. માર્ચ 2017ની તુલનામાં આ આંકડો 16 ટકા કે રૂા.8 લાખ કરોડ આેછો છે.
સિબિલના અંદાજ પ્રમાણે માર્ચ 2017માં જાહેર નહી કરાયેલી એનપીએ માર્ચ 2017ના રૂા.5.5 લાખ કરોડથી ઘટીને રૂા.3.1 લાખ કરોડ થઈ છે. બેન્કો દ્વારા જાહેર કરાયેલી કુલ એનપીએ ઉપરાંત, સિબિલ નહી જાહેર થયેલી એનપીએ પર પણ નજર રાખે છે. આવી એનપીએ બેન્કોના એક જૂથે જાહેર કરેલી હોય છે, પણ અન્ય બેન્કના ચોપડે તે સ્ટાન્ડર્ડ ગણાતી હોય છે. આવી લોનમાં ઘટાડાનો અર્થ એ થયો કે,નવી એનપીએએસમાં ઘટાડો થઈ રહ્યાે છે. સિબિલના સીઈઆે સતીશ પિલ્લાઈએ જણાવ્યું હતું કે બેિન્ક»ગ સિસ્ટમને પરેશાન કરનારી એનપીએની સમસ્યા સપ્ટેમ્બર 2017માં ટોચ પર પહાેંચી હોય તેમ લાગે છે.
પિલ્લાઈએ કહ્યું હતું કે, બેન્કોની લોન બૂકમાં સ્વચ્છ ધિરાણનો હિસ્સો વધી રહ્યાે છે. એનપીએમાં એકંદર ઉમેરો સપ્ટેમ્બર 2019 પછી ધીમો થવાની ધારણા છે. સિબિલ 1.4 કરોડથી વધુ ધિરાણકારોનો ડેટાબેઝ ધરાવે છે. જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રની કંપનીઆે, ભાગીદારી પેઢીઆે અને પ્રાેપ્રાયટરી ફમ્ર્સનો સમાવેશ થાયછે. આ બાબત દશાર્વે છે કે, સિબિલનો ડેટાબેઝ આરબીઆઈની સેન્ટ્રલ રિપોઝિટરી આેફ ઈન્ફર્મેશન આેન લાર્જ ક્રેડિટ્સ (સીઆરઆઈએલસી) કરતાં મોટો છે, જે રૂા.5 કરોડથી વધુની લોન પર નજર રાખે છે.

Comments

comments

VOTING POLL