બેન્કોના એનપીએ માટે કાેંગ્રેસ સરકાર જવાબદારઃ રઘુરામ રાજનનો ધડાકો

September 11, 2018 at 10:59 am


આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને બેન્કોની વધતી એનપીએ માટે સસંદની એક સમિતિને પોતાનો જવાબ લખી મોકલાવ્યો હતો. તેમણે પોતાના જવાબ આપવા દરમિયાન બેન્કોને એનપીએ માટે યુપીએ સરકારને જવાબદાર ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગોટાળાઆેની તપાસમાં થતા વિલંબ અને લંબાતી જતી પ્રqક્રયાના કારણે સરકારની નિર્ણય લેવાની ક્ષમતા પણ નબળી પડી ગઈ હતી. તેના કારણે બેન્કોનું એનપીએ વધવા લાગ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, મુરલી મનોહર જોશીની અધ્યક્ષતા ધરાવતી સંસદી સમિતિએ રઘુરામ રાજનને પત્ર લખીને હાજર રહેવા અને એનપીએ મુદ્દે ખુલાસા કરવા જાણ કરી હતી. આ સંદર્ભે જ રાજને જણાવ્યું હતું કે, બેન્કો દ્વારા મોટી લોન આપવા અંગે યોગ્ય કામગીરી કરવામાં આવી નહોતી અને 2006 પછી વિકાસની ગતિ ધીમી પડી ગઈ હતી. તેના પગલે જ બેન્કોનો વિકાસ સૂચકાંક હતો તે ડામાડોળ થઈ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર (સીઈ) અરવિંદ સુબ્રમÎયમે એનપીએ સંકટને આેળખવામાં અને તેનો ઉકેલ લાવવાના પ્રયાસ કરવા મુદ્દે રાજનના વખાણ કર્યા હતા. સુબ્રમÎયમે ત્યારે જણાવ્યું હતું કે, આ સમસ્યા શોધવાનો અને તેને યોગ્ય રીતે જાણવાનો શ્રેય પૂર્વ ગવર્નર રઘુરામ રાજનને જાય છે. તેમના કરતાં વધારે સારી રીતે કોઈ જાણી શકે તેમ નહોતું કે દેશમાં એનપીએની સંખ્યા કેટલી થઈ છે અને કેટલે સુધી પહાેંચી શકે છે. સુબ્રમÎયમે એમ પણ જણાવ્યું હતું કે, પોતાના કાર્યકાળમાં જ રાજને આ સમસ્યાનો ઉકેલ લાવવાની મહÒવપૂર્ણ પહેલ કરી હતી. તેના પગલે જ જોશીએ પત્ર લખીને રાજનને આ મુદ્દે સ્પષ્ટતા કરવા અને માર્ગદર્શન આપવા જણાવ્યું હતું.

Comments

comments

VOTING POLL