બેન્કોની હાલતમાં સુધારો આવવાના સંકેત આપતી આરબીઆઈ

December 6, 2018 at 10:47 am


આરબીઆઈએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે ભારતીય બેન્કીગ ક્ષેત્ર બેડ લોનના સૌથી ખરાબ તબક્કામાંથી બહાર આવી ચૂકી છે. ત્વરિત સુધારાત્મક કાર્યવાહી (પીસીએ)માં મુકવામાં આવેલી 11 બેન્કો પૈકીની અમુકની સ્થિતિમાં સુધારાની સાથે જ સરકારી અને ખાનગી બેન્કોની બેલેન્સ શીટમાં પણ સુધારો આવ્યો છે.

આરબીઆઈએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે જે 11 સરકારી બેન્કોની સ્થિતિ બગડી હતી તે પૈકીની ત્રણની નાણાકીય સ્થિતિમાં સુધારો આવ્યો છે. આરબીઆઈ તરફથી રચાયેલી બોર્ડ ફોર ફાયનાન્શીયલ સુપરવિઝન (બીએફએસ) આ બેન્કોની સમીક્ષા કરશે. આ દરમિયાન એ પણ જોવામાં આવશે કે પીસીએમાં સામેલ બેન્ક પોતાના સુધાર માટે આવનારા છ માસ સુધીમાં કયા પ્રકારના પગલાં ઉઠાવે છે.

બીજી બાજુ આરબીઆઈએ પોતાની ધીરાણનીતિની જાહેરાત કરતાં કહ્યું કે સુસ્ત થઈ રહેલી અર્થવ્યવસ્થાને સમર્થન આપવા માટે વિવિધ ક્ષેત્રોને વધુ કરજ આપવાનો રસ્તો ખોલવામાં આવશે. બેન્કોમાં રોકડ વધારવામાં આવશે અને વધુકરજ આપવા માટે પ્રાેત્સાહિત કરવામાં આવશે. આ અંગે કેલેન્ડર વર્ષ 2019ના ત્રિ-માસિકથી અમલ કરવામાં આવશે. ત્યારબાદ પ્રત્યેક ત્રિ-માસિક ગાળામાં એસએલઆરમાં 0.25 ટકાનો ઘટાડો લાવવાપ્રયાસો થશે. આ સિલિસલો એસએલઆર તેની કુલ જમા રકમના 18 ટકા સુધી લાવવામાં આવશે. વર્તમાનમાં આ રેશિયો 19.5 ટકા છે. આ પગલાથી દોઢ વર્ષ સુધીમાં બેન્કીગ પ્રણાલીને એકથી દોઢ લાખ કરોડ રૂપિયાનું વધારાનું ફંડ મળશે.

Comments

comments