બેન્કોને 16614 કરોડ રૂપિયાનો ધૂંબો: NPAનો મુદ્દો વધુ ગુંચવાશે

September 13, 2018 at 11:12 am


સરકારી બેન્કોના ફસાયેલા નાણાં એટલે કે એનપીએનો મુદ્દાે વધુ ગુંચવાઈ ગયો છે અને વિવિધ બેન્કોને 16614 કરોડ રૂપિયાનો ધૂંબો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ફસાયેલા નાણાની વસૂલાત પ્રક્રિયા પણ આવનારા બે મહિના સુધી પ્રભાવિત થશે. અદાલતે એક નિશ્ચિમ સમયમર્યાદા સુધી કરજ નહી ચૂકવનારી તમામ કંપનીઆે વિરુÙ દેવાળિયા કાયદા હેઠળ દેવાળિયા પ્રક્રિયા શરૂ કરવાના આરબીઆઈના નિયમ પર હાલ રોક લગાવી દીધી છે. રાષ્ટ્રીય કંપની કાનૂન ટ્રીબ્યુનલ (એનસીએલટી)માં જે કંપનીઆેના ફસાયેલા કરજની ઉઘરાણી શક્ય બની હતી ત્યારે હવે તેમાં પણ અડચણ આવશે. આમ તો સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જે પ્રકારે વીજળી, ખાંડ, શિપિંગ અને ટેક્સટાઈલ ક્ષેત્રની કંપનીઆેને રાહત મળી છે તેને જોતાં અન્ય ક્ષેત્રની કંપનીઆે પણ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવવાની તૈયારીમાં છે.
સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સરકારી બેન્કો પર સૌથી ઉંધી અસર એ પડવા જઈ રહી છે કે નાણાકીય સ્થિતિ સુધારવા માટે બેન્કોને વધુ રાહ જોવી પડશે. એનપીએ વધવાને કારણે તેણે મોટી રકમ પોતાના નફામાં સમાયોજિત કરવી પડી રહી છે. તેનાથી પાછલા એક વર્ષમાં મોટાભાગની સરકારી બેન્કોએ ભારે નુકસાન ઉઠાવવું પડે છે. એસબીઆઈ, પીએનબી સહિત અમુક બેન્કોને આશા હતી કે આરબીઆઈના નિર્દેશ અનુસાર અમુક મોટી કંપનીઆેની પરિસંપિત્તઆે વેચીને કરજની ઉઘરાણી કરીને તેઆે ફાયદામાં આવી શકશે. સપ્ટેમ્બર-2018માં સમાપ્ત થનારા ત્રિ-માસિક ગાળામાં આ બેન્કોને આશા હતી કે એનસીએલટીમાં જે કંપનીનો કેસ ગયો છે તેની પાસેથી વસૂલાત શક્ય બનશે. આ વર્ષે એપ્રિલ-જૂન ત્રિ-માસિકમાં સરકારી બેન્કોને સંયુક્ત રીતે 16614 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. તેના પાછલા નાણાકીય વર્ષ દરમિયાન તેનું કુલ નુકસાન 85370 કરોડ રૂપિયા હતું.

Comments

comments