બેન્કોમાં ફસાયેલા નાણાંની સમસ્યા વધુ ગંભીર બનશેઃ આરબીઆઈ

August 30, 2018 at 10:48 am


ફસાયેલા કરજ એટલે કે એનપીએની જાળમાં ફસાયેલી બેન્કોને અત્યારે રાહત મળવાની આશા નથી. આરબીઆઈના વાર્ષિક રિપોર્ટ અનુસાર ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન પણ સરકારી બેન્કોના એનપીએમાં ખાસ્સો વધારો થઈ શકે છે. આરબીઆઈએ એક ચિંતાજનક સંકેત આપતાં કહ્યું છે કે બેન્કોમાં નવા એનપીએ બનશે કેમ કે ગ્લોબલ અર્થવ્યવસ્થામાં અસ્થિરતા વધવાના આસાર છે. રિપોર્ટમાં માર્ચ 2018 સુધી ભારતીય બેન્કોના એનપીએ કુલ કરજના મુકાબલે 12.1 ટકા બતાવવામાં આવ્યા છે.

જો કે પાછલા ત્રણ-ચાર વર્ષ દરમિયાન એનપીએમાં વધારા માટે બેન્કોમાં છુપા એનપીએ જાહેર કરવાની પારદર્શક નીતિને જવાબદાર ગણાવવામાં આવી છે. તેના કારણે માર્ચ 2015માં તમામ બેન્કોનું એનપીએ 3,23,464 કરોડ રૂપિયાથી વધીને માર્ચ 2018માં 10,35,528 કરોડ રૂપિયા થઈ ચૂક્યું છે. આ દરમિયાન સરકારી બેન્કોના એનપીએમાં 6.2 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.

એનપીએ પર આરબીઆઈની આ ચેતવણી ત્યારે આવી છે જ્યારે આ મામલો કોર્ટથી લઈને નાણા મંત્રાલય સુધી છવાઈ ગયેલો છે. નાણા મંત્રાલયની સંસદીય સમિતિએ તો એનપીએ વધારા માટે પરોક્ષ રીતે આરબીઆઈને જ જવાબદાર ઠેરવી દીધી છે. સમિતિના રિપોર્ટમાં કહેવાયું છે કે કરજ પર કેન્દ્રીય બેન્ક સંપૂર્ણ સાવધ બનીને નજર રાખી રહી નથી.

Comments

comments

VOTING POLL