બેન્ક કૌભાંડ: ચીન પાસેથી ધડો લ્યો

February 23, 2018 at 6:59 pm


ભાઈશ્રી નિરવ મોદી, તું યાં હોય ત્યાં ખુશ રહેજે પણ ત્યાંથી એક એફિડેવિટ મોકલીને એવી ચોખવટ કરી દે કે આ ગોટાળો કોની સરકારના સમયમાં કર્યેા છે..અહીં આ મુદ્દે બહત્પ બબાલ થાય છે. નિરવભાઈનો નંબર મળે તો આવુ વોટસએપ કરવાની ઈચ્છા છે.એમ તો ભાજપના પ્રમુખ અમિતભાઇ શાહને પણ મેસેજ મોકલવો છે કે તમારી સરકાર જાહેર કરે કે દેશમાં બની રહેલી દરેક ઘટના માટે આ સરકારની જવાબદારી કયારથી શ થશે જેથી જનતાને ખબર પડે કે આ સરકારની જવાબદારી કયારથી શ થાય છે. હજુ આટલું વિચાં ત્યાં નવી આવેલી કામવાળીને પત્નીએ કહ્યું કે, વાસણ ઉપર ડાઘા રહી જાય છે જરા બરાબર સાફ કરજે.કામવાળી બાઈએ છણકો કરીને કહ્યું મેડમ, યે સબ ડાઘ વો આગેવાલી બાઈ કે ટાઈમ કા હે,વો મેરી જીમ્મેદારી નહીં હે હાં!! સલામ કરવાનું મન થાય છે એ નિરવભાઈને.. રાજકારણીઓ તો સાલા કૌભાંડ કરે તો ગાજે વધુ. પાવલી કે આઠાના ખાધા હોય પણ પાંચ–પચ્ચીસ પિયા ખાઈ ગયા હોય એવો ફંફેરો થાય.આપણાં ગુજરાતના નિરવભાઈ કેટલાં સારા.. બધું જ કામ સાઇલેન્ટલી જ પાર પાડુ.ં નામનો અને રાશિનો પણ પ્રભાવ પડે ને..યારે ફઈબાએ ‘ઓળી ઝોળી પીપળ પાન, ફઈએ પાડું નિરવ નામ’ કહ્યું હશે ત્યારે ભગવોમંડલમાં નામનો અર્થ જોયો જ હશે.નિરવ એટલે અવાજ વગરનું, સુમસામ , શાંત નિર્જન અને સુનકાર. પરિવારજનોએ પુત્રના લક્ષણ પારણામાંથી જ પારખી લીધા હતા.અવાજ વગરનું કૌભાંડ. શાંતિથી પલાયન અને બેન્કમાં સુનકાર. અત્યારે જે રીતે પંજાબ નેશનલ બેન્કમાં આચરવામાં આવેલું કૌભાંડ ગાજી રહ્યું છે તે દૂધમાં આવેલાં ઉભરા જેવું છે.થોડા ટાઈમમાં બધું શમી જશે અને કઈંક નવું પ્રકરણ ઉખાડશે. વિજય માલ્યા, નીરવ મોદી અને પછી વિક્રમ કોઠારી. દેશ કે સરકારી બેન્કોના કરોડો પિયા પચાવી પાડીને ભાગેલા લોકોની વાત સામે આવે છે તો મગજમાં બસ એક જ સવાલ આવે છે કે આવા લોકો સાથે કેવું વર્તન થવું જોઈએ. મોટા કૌભાંડ કરતા લોકોનાં નામ સામે આવે છે ત્યારે ખબર પડે છે કે કેટલું નુકસાન થઈ ગયું છે. પરંતુ એન.પી.એ.(નોન– પરફોમિગ એસેટસ) ના આંકડા એ વાત તરફ ઇશારો કરે છે કે ઉધાર લઇને ડકાર મારતા લોકો ભારતીયોની સૌથી મોટી સમસ્યા છે.

પંજાબ નેશનલ બેન્ક દ્રારા કાર્યવાહી કરવામાં આવી રહી છે તો નીરવ મોદીએ ધમકી આપી છે કે બધા સમાચાર તેમની બ્રાન્ડને નુકસાન પહોંચાડી રહ્યા છે. ચોરી કરવી અને ઉપરથી સીનાજોરી કરવી એ ઘણા લોકોની પ્રકૃતિ હોય છે. આપણે ત્યાં ભવિષ્યમાં આવા લોકોનું શુ થશે તે તો ખબર પડે એવું નથી પરંતુ આવા લોકો સાથે કેવું વર્તન થવું જોઈએ? તેમને શું સજા મળવી જોઈએ? તેની એક ઝલક આપણા પાડોશી દેશ ચીનમાં મળી શકે છે. ચીનની સુપ્રીમ પીપલ્સ કોર્ટે હાલ જ ૬૭ લાખ કરતાં વધારે બેન્ક ડિફોલ્ટરોને બ્લેક લિસ્ટમાં નાખી દીધા છે. તેનો મતલબ એ છે કે તેઓ વિમાનમાં મુસાફરી કરી શકતા નથી. લોન કે ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી શકતા નથી અને તેમને પ્રમોશન પણ મળી શકતું નથી. ગ્લોબલ ટાઇમ્સનો અહેવાલ સાચો માનીએ તો અત્યાર સુધી ચીનની સરકારે ૬૧.૫ લાખ લોકો ઉપર વિમાનની ટિકિટ ખરીદવા તેમજ ૨૨.૨ લાખ લોકો ઉપર હાઈ સ્પીડ ટ્રેનમાં મુસાફરી કરવા પર પ્રતિબધં લગાવી દીધો છે. કોર્ટે ઓળખપત્ર અને પાસપોર્ટની મદદથી એરલાઇન તેમજ રેલ કંપનીઓ સાથે મળીને કામ શ કયુ છે. ચીને જેની સામે પગલાં લીધા છે તેમાં રાજકારણીઓ અને ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ છે. આ સિવાય ઘણા લોકો પણ છે.

ઓછામાં ઓછા દસ લાખ ડિફોલ્ટર્સે એવા છે કે જેમને પગે રેલો આવ્યો છે અને જાતે જ કોર્ટનો આદેશ માનવાની વાત સ્વીકારી છે. આપણને જાણીને આશ્ચર્ય થાય કે ચીન એક એવું બ્લેકલિસ્ટ રાખે છે કે જે પૈસા પચાવી પાડતા લોકોની અવર જવર તેમજ સામાનની ખરીદી પર પણ પ્રતિબધં લગાવી દે છે. દેશની સૌથી મોટી કોર્ટ પોતાની વેબસાઇટ પર અપ્રામાણિક લોકોનાં નામ તેમજ આઈડી નંબર છાપે છે. આ લોકો ન તો વિમાનમાં કે હાઇ સ્પીડ ટ્રેનમાં મુસાફરી કરી શકે છે કે ન તો તેમનાં બાળકો મોંઘી સ્કૂલોમાં ભણી શકે છે. ડિફોલ્ટર ૩ સ્ટાર કે તેના કરતાં વધારે મોંઘી હોટેલમાં રોકાઈ શકતા પણ નથી. આ સિવાય જો તેઓ સિવિલ સર્વિસમાં જોડાવા માગે છે તો તેમણે અઘરી પરીક્ષા પાસ કરવી પડે છે. કાર બુક કરાવવા માટે વધારે પૈસા ખર્ચવા પડે છે. આ પ્રતિબંધો આઈડી નંબરની મદદથી લગાવવામાં આવતા હતા. કેટલાક લોકોએ મુસાફરી પર લાગેલા પ્રતિબંધથી બચવા માટે પોતાના પાસપોર્ટનો ઉપયોગ કરવાનું શ કયુ પરંતુ હવે તે ખામી પણ દૂર કરી દેવામાં આવી છે. બ્લેકલિસ્ટમાં જે નામ જોડાયેલાં હોય છે તેનાથી રોજગારની સંભાવનાઓ પર પણ અસર પડે છે. ઘણી કંપનીઓ તપાસ કરે છે અને લિસ્ટમાં સામેલ દોઢ લાખ કરતાં વધારે લોકોને કાર્યકારી પદ આપવામાં આવતાં નથી. આ વર્ષની શઆતમાં ચીનની એક કોર્ટે એક નિવેદનમાં કહ્યું હતું, એવી આશા છે કે રોજીંદા જીવનમાં આ પ્રકારની સમસ્યાઓ ઊભી કરવાથી ડિફોલ્ટરમાં સમયસર પૈસા ચૂકવવાની ટેવ પડશે. ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં ચીનના સિચુઆન વિસ્તારની કોર્ટે ૨૦ દેવાદારના ફોન પર રેકોર્ડ મેસેજ નાખ્યા હતા. યારે કોઈ આવા ડિફોલ્ટર દેવાદારને ફોન કરે તો અવાજ આવે છે, જે વ્યકિતને તમે કોલ કરી રહ્યા છો, તેમને કોર્ટે ઉધાર ન ચૂકવવાના કારણે બ્લેકલિસ્ટમાં નાખી દીધા છે. કૃપા કરીને આ વ્યકિતને લોનનું સન્માન કરવા માટે આગ્રહ કરો. સમગ્ર ચીનમાં બેન્ક ડિફોલ્ટરના નામ, આઈડી નંબર, ફોટોગ્રાફ અને ઘરનું સરનામું હવે સમાચારપત્રોમાં પણ છાપી શકાય છે, રેડિયો કે ટીવી પર બતાવી શકાય છે. આ સિવાય બસો તેમજ લિટમાં પણ ફોટોગ્રાફ લગાવવામાં આવે છે. સરકારે સ્થાનિક તંત્રનેપણ નેમ એન્ડ શેમ ડેટાબેઝ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે, જેનાથી કોઈ પણ વ્યકિત સર્ચ કરી શકે છે. તેનો ઉદ્દેશ છે નામ લઈને તેમને શરમમાં મૂકવા. જેથી દેવું ન ચૂકવતા લોકો પાસેથી નાણા વસૂલ કરી શકાય. ચીનમાં આ પ્રક્રિયા જૂની છે. વર્ષ ૨૦૧૫માં કોર્ટે ખાનગી કંપનીઓ સાથે મળીને કામ કરવાનું શ કરી દીધું હતું આ કંપનીઓ કોર્ટ તરફથી લગાવવામાં આવતા દડં પર ડિફોલ્ટ કરતા લોકોના ક્રેડિટ પોઇન્ટ કાપી લે છે. ભારતમાં આવી કાર્યવાહી ટાઢા પહોરના સપના જેવી છે.અહીં તો ડિફોલ્ટર ઉઘાડેછોગ કહી શકે છે કે તમે મને જેલમાં નાખવા માંગો છો એ જેલ મારા સ્ટેટસ મુજબની નથી.જેલમાં સફાઈ નથી.અરે તું બેન્કોમાં સાફ સફાઈ કરી ગયો એનું કાંઈ નહીં અને ભારતની જેલને કોસવાની ? પણ આ ભારત છે. અહીં બધું શકય છે. અહીં વિજય માલ્યા કહી શકે છે કે જેલો ખરાબ છે, નિરવ મોદી કહી શકે છે કે મારા ગોટાળાની વાત જાહેર કેમ કરી, હવે હત્પં ફટી કોડી પણ પાછી નહીં આપું!

Comments

comments

VOTING POLL