બેન્ક સાથે રૂા.૨૮૦ કરોડની છેતરપિંડી કરવા બદલ હીરાના વેપારી નિરવ મોદી સામે ગુનો નોંધાયો

February 6, 2018 at 10:47 am


સેન્ટ્રલ બ્યુરો આફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ હીરાના અબજપતિ વ્યાપારી નિરવ મોદી, તેના ભાઇ નિશાલ, પત્ની અમી અને ભાગીદાર મેહત્પલ ચીનુભાઇ ચોકસી સામે ૨૦૧૭માં પંજાબ નેશનલ બેન્ક સાથે પિયા ૨૮૦.૭૦ કરોડની કહેવાતી છેતરપિંડી કરવાનો આરોપ મૂકયો હતો.
સીબીઆઇએ પંજાબ નેશનલ બેન્કની ફરિયાદને પગલે ડાયન્ડસ આર યુએસ, સોલર એકસપોર્ટસ, સ્ટેલાર ડાયમન્ડસના ભાગીદારો પર બેન્કના અધિકારીઓ સાથે મળીને છેતરપિંડી કરીને બેન્કને મોટું નુકસાન કરાવવાનો આરોપ મૂકયો હતો.
પ્રથમદર્શી અહેવાલ (એફઆઇઆર)માં આક્ષેપ કરાયો હતો કે પબ્લિક સર્વન્ટસે સત્તાનો દુપયોગ કરીને ડાયન્ડસ આર યુએસ, સોલર એકસપોર્ટસ, સ્ટેલાર ડાયમન્ડસને લાભ કરાવ્યો હતો અને ૨૦૧૭માં પંજાબ નેશનલ બેન્કને પિયા ૨૮૦.૭૦ કરોડનું નુકસાન કરાવ્યું હતું.એક અધિકારીએ જણાવ્યું હતું કે સીબીઆઇએ ભારતીય દંડસંહિતાની ષડંત્ર, છેતરપિંડીને લગતી જોગવાઇ અને ભ્રષ્ટ્રાચાર–વિરોધી કાયદા હેઠળ આ ચારે સામે પ્રથમદર્શી અહેવાલ નોંધાવ્યો હતો.
બેન્કે આક્ષેપ કર્યેા હતો કે આરોપી કંપનીઓ વતી વિદેશમાંના સપ્લાયર્સને ચુકવણી કરવા બાયર્સ ક્રેડિટની વિનંતિ સાથે શાખાનો ૧૬મી જાન્યુઆરીએ આયાતના દસ્તાવેજો સાથે સંપર્ક કરાયો હતો અને બનાવટી લેટર્સ આફ અન્ડરટેકિંગ્સ અપાયો હતો.
બેન્કના અધિકારીઓએ બાયર્સ ક્રેડિટ મેળવવા લેટર્સ આફ અન્ડરટેકિંગ્સ માટે ૧૦૦ ટકા કેશ માર્જિન ભરવા કંપનીઓને વિનંતિ કરી હતી, પરંતુ આ કંપનીઓએ તેઓ દ્રારા ભૂતકાળમાં પણ આ સુવિધા મેળવાઇ હોવાનો દાવો કર્યેા હતો.
આમ છતાં, શાખાના રેકોર્ડસમાં આ કંપનીને આવી કોઇ સુવિધા અપાઇ હોવાની માહિતી નહોતી.
બેન્કે આક્ષેપ કર્યેા હતો કે અમારા ડેપ્યુટી મેનેજર (હાલમાં નિવૃત્ત) ગોકુલનાથ શેટ્ટી અને મનોજ ખરાતે જરી કાર્યવાહીને અનુસર્યા વિના, આવશ્યક અરજીઓ, દસ્તાવેજો અને સત્તાવાળાઓની મંજૂરી વિના બનાવટથી લેટર્સ આફ અન્ડરટેકિંગ્સ આપ્યા હતા અને બેન્કની સિસ્ટમ્સમાં કોઇ એન્ટ્રી નહોતી કરાઇ.
બેન્કે જણાવ્યું હતું કે આ લોકોએ હોંગ કોંગની અલાહાબાદ બેન્ક અને એકિસસ બેન્ક માટે કુલ ૪.૪૨ કરોડ ડોલર (અંદાજે પિયા ૨૮૦.૭૦ કરોડ)ના આઠ લેટર્સ આફ અન્ડરટેકિંગ્સ આપ્યા હતા.
બેન્કે જણાવ્યું હતું કે અમારી સિસ્ટમ્સમાં ન શોધાયા હોય એવા બાકી રહેલા લેટર્સ આફ અન્ડરટેકિંગ્સ શોધવા ઐંડી તપાસ કરાઇ રહી છે.
તેણે આક્ષેપ કર્યેા હતો કે જૂની એન્ટ્રીઝની તપાસ કરતા માલૂમ પડું હતું કે લેટર્સ આફ અન્ડરટેકિંગ્સ–આધારિત બાયર્સ ક્રેડિટની ચુકવણી એનઓએસટીઆરઓ એકાઉન્ટ દ્રારા થઇ હોવાની શકયતા છે.
બેન્કે જણાવ્યું હતું કે જનતાના પિયા ૨૮૦.૭૦ કરોડ છેતરપિંડીથી પડાવાયા હોવાથી અમે સીબીઆઇને કેસ નોંધવા વિનંતિ કરી હતી

Comments

comments