બેરોજગારીઃ અથર્તંત્રની બાબતમાં સરકારની ચાંચ ડૂબતી નથી

November 2, 2019 at 10:56 am


Spread the love

બેરોજગાર યુવાન સૌથી વધુ જોખમી હોય છે. ક્ષમતા અને સંતા હોવા છતાં જ્યારે રોજગારી નથી મળતી ત્યારે યુવાનોનો આક્રાેશ વિઘાતક બનીને બહાર આવે છે. ભારતમાં છેલ્લા છ વર્ષમાં 91 લાખ લોકોએ નોકરી ગુમાવી છે અને નવી નોકરીઆે ઘટી રહી છે. ગુજરાતના 15 લાખ લોકો બેકાર થઈ ગયા છે. બેકારીનો દર શિક્ષણના પ્રમાણમાં છે. જેટલું વધુ શિક્ષણ એટલી બેરોજગારી વધુ એવું સેન્ટર ફોર સસ્ટેનેબલ એમ્પ્લોયમેન્ટના અહેવાલમાં જણાવાયું છે. અભણમાં બેકારી 7.1 ટકા છે, પ્રાથમિક શિક્ષણ મેળવનારાઆેમાં 8.3 ટકા, હાઈસ્કૂલ સુધી ભણેલાઆેમાં 13.7 ટકા, દસમા સુધી ભણેલાઆેમાં 14.4 ટકા, 12મા સુધી ભણેલાઆેમાં 24 ટકા, ગ્રેજ્યુએટમાં 35.8 ટકા અને પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલાઆેમાં સૌથી વધુ 36.2 ટકા બેરોજગારી હોવાનું અહેવાલમાં કહેવાયું છે. ઉચ્ચ શિક્ષિત લોકો વધુ બેરોજગાર છે. અનુસ્નાતક અથવા તેનાથી વધુ શિક્ષણ મેળવનારાઆેમાં 36.2 ટકા લોકો બેરોજગાર હોય તેનો અથર્ એ થયો કે ભારત ટાઈમ બોમ્બ પર બેઠું છે. અથર્તંત્રમાં આવેલી મંદી લોકોની નોકરીઆે ખાઈ રહી છે ત્યારે નિર્મલા સીતારામન મંદી નહી હોવાનું કહીને શાહમૃગની જેમ રેતીમાં માથું છૂપાવી રહ્યા છે.
કેન્દ્ર સરકાર બીજી બધી બાબતે હાેંશિયાર છે, પણ અથર્તંત્રની બાબતમાં એની ચાંચ ડૂબતી નથી. એમાં એનો મેળ પડતો નથી. પ્રચાર કે આક્ષેપોથી અન્ય બાબતોમાં પરિણામ લાવી શકાય, આિથર્ક બાબતોમાં તો નક્કર આયોજન અને સમજણ જોઈએ. કેન્દ્ર સરકારે છેલ્લા સાડા પાંચ વર્ષમાં આિથર્ક મોરચે જે પગલાં લીધા છે તેમાંના મોટાભાગના ડિઝાસ્ટર સાબિત થયા છે. જે પરિણામ મેળવવાના લક્ષ્યાંક હતા તે પરિણામ મળી શક્યા નથી. નોટબંધી એવું કહીને લાવવામાં આવી હતી કે તેનાથી કાળું નાણું બહાર આવશે અને આતંકવાદની કમર તૂટી જશે. બેમાંથી કશું જ થયું નહી. કાળું નાણું ક્યાં સરકી ગયું અને કઈ રીતે ધોળું થઈ ગયું એનો જવાબ સરકાર આપી શકતી નથી. આતંકવાદની કમર પણ ન તૂટી. માત્ર સામાન્ય માનવી પરેશાન થયો. તે વખતે તોસ્તાન તંત્ર દ્વારા એવો પ્રચાર કરવામાં આવ્યો કે લોકો દેશ માટે લાઈનમાં ઉભા છે. રાષ્ટ્રવાદના નામે હાલાકી ભોગવી લેવાના મુદ્દે સામાન્યજનો બિચારા ભરપાઈ પણ ગયા. એક વર્ષ પછી જાણ થઈ કે કાળાં નાણાનું એક ફદિયું પણ બહાર આવ્યું નથી. થઈ ગયું પાણીઢોળ. એવા વાવડ પણ આવ્યા છે કે નોટબંધીની જેમ સોનાબંધી કરવાનું વિચારાઈ રહ્યું છે. લોકોના ઘરમાં રહેલા સોના પર નજર બગાડાઈ રહી છે જેથી કરોડોના તાયફા કરવાનો ખર્ચ નીકળી શકે.
કાશ્મીર અને રામમંદિરના ભાવનાત્મક મુદ્દાઆેનો કેફ હશે ત્યાં સુધી તો જનતા શાંત રહેશે, હૈશો હૈશો કરીને બેન્ડ વેગનમાં જોડાઈ જશે પણ પછી શું ં મંદી, બેરોજગારી, આેછો ઉત્પાદનદર વગેરે સમસ્યાઆે ત્યાં સુધીમાં એટલી વકરી ગઈ હશે કે તેનો ઉકેલ લાવવો મુશ્કેલ બની જશે. આિથર્ક મોરચે અખતરાઆેને બદલે સંવેદનશીલ નિર્ણયો લેવાય તે અનિવાર્ય બની ગયું છે, કોઈ કહેશે સરકારને ં