બેલેન્સ હોય તો પણ કનેકશન કટ કરવા સામે ટ્રાઈની વોર્નિંગ

November 29, 2018 at 10:48 am


ભારતીય દૂરસંચાર નિયામક (ટ્રાઈ)એ એમ કહ્યું છે કે, પ્રિપેઈડ ગ્રાહકોના ખાતામાં રકમ હોય તો પણ મોબાઈલ કનેકશન બંધ કરાય છે તે ગેરકાયદે છે. ટેલીકોમ સવિર્સ કંપનીઆેને ઠપકો આપતા ટ્રાઈએ એમ કહ્યું છે કે, આવી હરકતો સામે કડક કાર્યવાહી થશે. જે ગ્રાહકોના ખાતામાં પુરતી રકમ છે તો પછી માસના અંતે એમનું કનેકશન બંધ ન થવું જોઈએ.

ટેલીકોમ આેપરેટરોની આકરી ટીકા કરીને ટ્રાઈના ચેરમેને કહ્યું છે કે, પ્રિપેઈડ મોબાઈલ કનેકશન ધરાવતા કરોડો લોકો સાથે આવી રમતો હવે બંધ થવી જોઈએ.

ટ્રાઈના ચેરમેન આર.એલ.શમાર્એ કહ્યું છે કે, પુરતી રકમ ખાતામાં પણ હોવા છતાં ગ્રાહકોને કનેકશન કટ કરવાની ધમકીઆે આપવામાં આવી રહી છે. ગઈકાલે ટેલીકોમ આેપરેટરો માટે ટ્રાઈ દ્વારા નવા દિશા નિર્દેશો જારી કરવામાં આવ્યા છે. ગ્રાહકોએ હવે એવી જાણ પણ કરવી પડશે કે, એમનો પ્લાન કયારે પુરો થઈ રહ્યાે છે.

ટ્રાઈને એવી ફરિયાદો મળી છે કે, કંપનીઆેએ દર મહિને ન્યૂનત્તમ રીચાર્જ ફરજીયાત બનાવી દીધું છે. ત્યાર બાદ ટ્રાઈએ બધાની ટીકા કરી છે.

Comments

comments