બેહ ગામમાં પુત્રના આપઘાત બાદ પિતાનું હૃદય બેસી ગયું

February 9, 2019 at 4:01 pm


ખંભાળીયાના બેહ ગામમાં માનસિક બિમારીના કારણે યુવાને ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો, દરમ્યાનમાં મૃતક યુવકના પિતાનું હાર્ટ બેસી જતા મૃત્યુ થતા શોકનું મોજુ ફરી વળ્યું છે. એક જ પરિવારના બે વ્યકિતના અકાળે મૃત્યુથી નાના એવા ગામમાં અરેરાટી ફેલાઇ ગઇ છે.

ખંભાળીયા તાલુકાના બેહ ગામે રહેતા યુવાન કાનાભાઇ અજુભાઇ માયાણી (ઉ.વ.30) માનસિક બિમારીના કારણે પોતાના ઘરે ગળે ટુંપો ખાઇ મરણજતા પોલીસે પીએમ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

યુવકના આત્મઘાતી પગલાથી પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું દરમ્યાનમાં વિધીની વક્રતા એ છે કે હજુ તો યુવાનને બેહ ગામે અગ્ની સંસ્કાર કzરીને ફર્યા ત્યાં ગણતરીની કલાકોમાં રાત્રીના સમયે મૃતક યુવકના પિતા અજુભાઇ સાજણભાઇ માયાણી (ઉ.વ.63) ને ગત રાત્રે હાર્ટએટેક આવતા સારવાર માટે ખાનગી હોસ્પીટલમાં લઇ જવામાં આવેલ જયાં તેમનું મૃત્યુ નિપજયુ હતું. આમ 24 કલાકમાં જ એક જ પરિવારમાં પુત્રના મૃત્યુ બાદ પિતાએ અનંતની વાટ પકડતા નાના એવા ગામમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી છે. એકબાજુ ગઢવી પરિવારમાં લગ્નોત્સવના વાતાવરણ વચ્ચે આ કરૂણ બનાવ બન્યાે હતો.

Comments

comments