બે આખલાની લડાઈમાં ઝાડનો સોથ

July 9, 2018 at 12:33 pm


બે આખલાની લડાઈ માં ઝાડનો સોથ નીકળી રહ્યાે છે..બીજા શબ્દોમાં કહીએ તો અમેરિકા અને ચીન વચ્ચે શરુ થયેલા ટ્રેડવોરમાં હવે વિશ્વના અન્ય દેશોને પણ ફટકો પડી શકે તેમ છે. અમેરિકાએ ચીનની 34 અબજ ડોલરની નિકાસ પર 25% ટેરિફ લાગુ કરીને મોટો આંચકો આપ્યો છે.તો સામી બાજુએ ચીને અમેરિકાની ચીજો પર ટેરિફ લાગુ કરી દીધો છે. સ. ચીને જેવા સાથે તેવાની રણનીતિ અપનાવતા હવે યુએસને પણ 34 અબજ ડોલરની નિકાસ પર ફટકો પડી શકે છે. વિશ્લેષકોનું માનવું છે કે યુએસના ટ્રેડવોરને લીધે દુનિયાના તમામ દેશો પ્રભાવતિ થઈ શકે છે અને વૈિશ્વક અર્થતંત્ર પર સંકટ ઘેરાઈ શકે છે.

ચીને સ્પષ્ટ જણાવી દીધું છે કે અમેરિકાના નિર્ણયથી પોતાના હિતોનું રક્ષણ કરવા આ પગલું ભરવું જરુરી હતું. અમેરિકા દ્વારા ઈતિહાસમાં સૌથી મોટા ટ્રેડ વોરની શરુઆત કરાયા બાદ ચીન પણ પોતાના લોકો અને હિતોના રક્ષણ માટે જરુરી અને વળતા પગલાં ભરવા મજબૂર છે.’

અમેરિકાના પગલાંની ટીકા કરતા ચીને કહ્યું છે કે, આ ડéૂટી ધાેંસ જમાવવા સમાન છે, જેની વૈિશ્વક ઉદ્યાેગ પર અસર પડશે. આનાથી વૈિશ્વક આર્થિક રિકવરીમાં પણ અડચણ ઊભી થશે. અમેરિકાના આ પગલાંથી નિર્દોષ ટ્રાન્સનેશનલ કંપનીઆે, સામાન્ય કંપનીઆે જ નહી વૈિશ્વક ગ્રાહકો પર પણ પ્રતિકૂળ અસર પડશે.

જો કે બીજી બાજુ અમેરિકાના નિષ્ણાતો માંને છે કે, ટ્રેડ વોરમાં વિજેતા કોઈ નહી બને. બધાએ કંઈક ગુમાવવું પડશે. આ નિષ્ણાતો અનુસાર કાઉન્ટર પ્રાેડિક્ટવ ઈમ્પોર્ટ ટેરિફ માત્ર અમેરિકા કે ચીનના અર્થતંત્રને અસર કરશે તેટલું જ નહી પણ સમગ્ર દુનિયાના દેશોને આ પ્રભાવિત કરશે.

જૂનમાં જ ટ્રમ્પ સરકારે એલાન કરી દીધું હતું હવે અમેરિકાના કસ્ટમ અધિકારીઆે 800થી વધુ ચીનની ચીજો પર 25 ટકા ટેરિફ વસુલશે. આટલું જ નહી આગામી બે સપ્તાહમાં અમેરિકા વધુ 16 અબજ ડોલરના અન્ય ચાઈનીઝ પ્રાેડક્ટ્સ પર પણ ટેરિફ લાગુ કરશે. આ પ્રકારના ટ્રેડ વોરથી વિશ્વભરમાં સંકટ પેદા થયું છે અને કંપનીઆે ઈચ્છે છે કે, આ સ્થિતિનું વહેલી તકે નિરાકરણ આવે.

Comments

comments

VOTING POLL